તંત્રી લેખ…ચીનની જોખમી નીતિ

0
24
Share
Share

કોરોના વાયરસના કારણે સમગ્ર વિશ્વમાં લોકડઉનની સ્થિતી હોવા છતાં ચીનની નાપાક હરકત ભારતીય સરહદો પર જારી રહી છે. જે ખતરનાક સંકેત આપે છે. તેની વિસ્તારવાદી ખતરનાક નીતિના કારણે તમામ પડોશી દેશો પરેશાન છે. ચીન પડોશી દેશોને જંગી લોન વિકાસના નામે આપે છે અને તેમને ફસાવીને તેમના વિસ્તારો પર કબજો જમાવવા માટે પ્રયાસ કરે છે. તેના આ વલણને અને ઇરાદાને હવે પડોશી દેશો સમજવા લાગ્યા છે અને તેની નીતિથી સાવધાન પણ થઇ રહ્યા છે. જો કે હજુ સુધી ચીને મોટા ભાગના પડોશી દેશો પર પ્રભુત્વ જમાવી લીધુ છે. ચીનનુ વાર્ષિક ઉત્પાદન ભારત કરતા સાત ગણુ વધારે છે અમારા પડોશી દેશોને ઘેરીને તે ભારત પર પ્રભાવ જમાવવાના પ્રયાસમાં રહે છે. અમે આર્થિક રીતે ચીનનો સામનો કરી શકવાની સ્થિતીમાં નથી. અમે ચીનની જેમ પડોશી દેશોની મદદ કરવાની પણ સ્થિતીમાં નથી પરંતુ રાજદ્ધારી પ્રયાસો મારફતે ચીનના પ્રભાવમાંથી આ મિત્ર દેશોને બચાવી શકે છે. બીજી બાજુ દક્ષિણ ચીન દરિયામાં તેલ અને ગેસના સંશોધનની બાબત અમારા માટે ખૂબજ મહત્વપૂર્ણ છે. બંગાળના અખાત, હિંદ મહાસાગર અને અરબ સાગરમાં સ્થિત તેલ ભંડારો આપણા દેશની જરૂરિયાતોને પૂર્ણ કરી શકે નહીં. દક્ષિણ ચીન દરિયામાં તેલની શોધખોળથી અમે અમારી ઉર્જા જરૂરિયાતોને ભવિષ્ય માટે વધુ યોગ્ય બનાવી શકીએ છીએ. તેલ અને ગેસની શોધખોળની સાથે સાથે એક શક્યતા એવી પણ બની શકે છે કે ત્યાં કોઈ નવા પ્રકારના ખનીજ પદાર્થોની શોધ થઈ જાય જેનાથી આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતની ટેકનિક પર વધારે વિશ્વાસ જાગે અને બીજા દેશ ભારતીય કંપનીઓને આમંત્રણ આપે. દક્ષિણ ચીન દરિયામાં તેલની શોધને લઈને ચીનની ઉંઘ હવે હરામ થઈ ગઈ છે. ડ્રેગનની બેચેની પણ દેખાવા લાગી ગઈ છે. આ તમામ મુદ્દે ભારતને પીછેહઠ કરવાના બદલે આગળ વધવાની જરૂર છે. અમે આવું કરવામાં સક્ષમ છીએ કારણ કે અમારી પાસે નવી ટેકનોલોજી છે. ભારતીય વૈજ્ઞાનિક ટેકનોલોજીને સતત વિકસીત કરી રહ્યા છે. આ જ કારણસર ચીન અમારી આ નીતિથી ચિંતાતૂર છે અને દક્ષિણ ચીન દરિયા પર પોતાના પ્રભુત્વ સામે ઉભા થઈ રહેલા ખતરાને લઈને પરેશાન છે. આ ચીનની ગભરામણ છે કે તે ભારતને વિયતનામમાં તેલ અને ગેસ ન શોધવાની ચેતવણી આપી રહી છે. જે ચીનના દરિયાઈ હિસ્સા તરીકે બિલકુલ નથી. આ અમારો આંતરરાષ્ટ્રીય અધિકાર છે જેથી અમે આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં કોઈ પણ પ્રકારની શોધખોળ પર કામ કરી શકીએ છીએ. અહીં એક બાબત સમજવી પડશે કે કોઈ અમારા જળક્ષેત્રમાં બહાર કોઇ પણ પ્રકારની શોધખોળ કરે તો અમને કોઈ સમસ્યા થવી જોઈએ નહીં. જો અમે ત્યાં તેલની શોધખોળ કરીશું નહીં તો કોઈ અન્ય દેશ આ કામ કરશે. ચીન એવું જ ઈચ્છે છે કે તે આ ક્ષેત્રમાં પોતાના વર્ચસ્વને જાળવી રાખે આ જ કારણસર તે વાંધાજનક નિવેદન કરીને ભારત પર દબાણ લાવવાના પ્રયાસમાં છે. ભારત આ બાબતોનો આંતરરાષ્ટ્રીય સ્તર પર જવાબ આપે તે ખૂબ જરૂરી છે. પોતાની નીતિઓ અને યોજનાઓને અટકાવ્યા વગર સતત આગળ વધારે તે પણ ખૂબ જરૂરી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here