તંત્રી લેખ…કોરોના : અર્થતંત્ર પર માર

0
27
Share
Share

કોરોના વાયરસ માનવીની સાથે સાથે વૈશ્વિક અર્થવ્યવસ્થાને પણ બિમાર કરે છે. આર્થિક સહયોગ અને વિકાસ સંગઠન (ઓઇસીડી) દ્વારા જારી કરવામાં આવેલા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ૨૧૩ દેશોમાં કોવિડ-૧૯ બિમારી ફેલાઇ જવાના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા વર્તમાન ત્રિમાસિક ગાળામાં એક મોટા ફટકામાંથી પસાર થઇ રહી છે.  વિશ્વના અર્થતંત્ર  કોરોનાના કારણે તુટી પડ્યા છે. કોરોનાના કારણે જે સ્થિતી સર્જાઇ છે તે જે વર્ષ ૨૦૦૯માં આવેલી મંદી બાદ પ્રથમ વખત આવી સ્થિતી સર્જાઇ ગઇ છે. જો કે વર્ષ ૨૦૨૧ માટે ઓઇસીડીેએ વૈશ્વિક આર્થિક વૃદ્ધિના પોતાના અંદાજને અડધા ટકા સુધી ઘટાડી દેવાનીજાહેરાત કરી છે. સાથે સાથે એમ પણ કહ્યુ છે કે જો વાયરસ વિશ્વના દેશોમાં વ્યાપક રીતે ફેલાઇ જાય છે તો શિયાળામાં પણ તેની માઠી અસર જોવા મળી શકે છે. જો કે શરદીમાં પણ તેની અસર રહે છે તો આ વૃદ્ધિ દર ૨.૯ ટકાના અંદાજ કરતા અડધા અથવા તો ૧.૫ ટકા સુધી પહોંચી શકે છે. વિશ્વ બેંકે પહેલાથી જ કોરોનાના કારણે ગ્લોબલ ગ્રોથ રેટમાં એક ટકાના ઘટાડાની વાત કરી ચુક્યા બાદ તેની અસર જોવા મળી રહી છે. કોરોનાના કારણે દુનિયાની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાચીનની હાલત ખરાબ થયેલી છે. અમેરિકાના કારોબારમાં પણ ભારે સુસ્તી જોવા મળી રહી છે. જેની  અસર દુનિયાના તમામ દેશોમાં થાય તે સ્વાભાવિક છે. ચીન ગ્લોબલ  સ્તર પર જુદી જુદી કોમોડીટીના સૌથી મોટા ખરીદાર તરીકે છે. ત્યાં માંગમાં ઘટાડો થવાના કારણે વિશ્વ અસર પર ક્રુડ ઓઇલ, તાંબા, સોયાબિન જેવી પ્રોડક્ટસ સસ્તી થઇ જશે. પરંતુ જે દેશોની અર્થવ્યવસ્થા ચીનને આ ચીજોના પુરવઠા પર નિર્ભર કરે છે તેમની ખાસ કરીને લેટિન અમેરિકાના કેટલાક દેશોમાં હાલત ખરાબ થઇ શકે છે. મુડીઝ નિષ્ણાંતોના કહેવા મુજબ કોવિડ-૧૯ સાથે જોડાયેલા હેવાલ અને આશંકાના કારણે દુનિયાભરના પ્રવાસ ઉદ્યોગને પણ માઠી અસર થઇ રહી છે. ચીનના પ્રવાસ કારોબાર તો હાલમાં બિલકુલ ઠપ્પ છે. ચીનમાં કોઇ પ્રવાસી હાલની સ્થિતીમાં જવા માટે તૈયાર નથી. તેની સ્થિતીમાં સુધારો થવામાં તો મહિનાઓનો ગાળો લાગી શકે છે.૩૦ લાખ ચીની દર વર્ષે અમેરિકામાં ફરવા માટે જાય છે આ પ્રવાસીઓ હાલમાં બ્રેકનો સામનો કરી રહ્યા છે. ઇટાલીમાં કોરોના વાયરસ ખતરનાક રીતે ફેલાઇ જવાના કારણે યુરોપ જવાથી પણ લોકો ખચકાટ અનુભવ કરી રહ્યા છે. જેના કારણે ત્યાંના પ્રવાસી ઉદ્યોગને પણ મરણતોળ ફટકો પડી ચુક્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ચીનમાં તમામ ઉદ્યોગો સાથે જોડાયેલી ફેક્ટરીઓ બંધ હાલતમાં છે. ચીનમાં ફેક્ટરીઓ બંધ હોવાના કારણે એપલ, નાઇકી, તેમજ જનરલ મોટર્સ જેવી મહાકાય કંપનીઓ પ્રભાવિત થઇ રહી છે. ચીનમાં હાલમાં હાલત ખુબ ખરાબ થયેલી છે. સ્થિતીમાં સુધારો થવામાં સમય લાગી શકે છે. વૈશ્વિક અર્થવ્યવસ્થામાં સુધારો થવામાં હજુ ખુબ સમય લાગે તેવો મત આર્થિક નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે. વૈશ્વિક અર્થતંત્રમાં હાલમાં રિક્વરી આવે તેવા કોઇ સંકેત દેખાઇ રહ્યા નથી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here