બંગાળમાં માં વિધાનસભાની ચૂંટણી માટે તૈયારી જોરદાર રીતે ચાલી રહી છે ત્યારે કોંગ્રેસ પાર્ટી માટે પડકારો યથાવત રહ્યા છે. કોંગ્રેસ હજુ ગંભીર દેખાઇ રહી નથી. બંગાળ ચૂંટણીને લઇને તેની કોઇ યોજના સપાટી પર આવી રહી નથી. તમામ રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે. કોરોના કાળમાં બીજી વખત ચૂંટણી યોજાઇ રહી છે. સાથે સાથે આ ચૂંટણી અનેક રીતે ઉપયોગી છે. ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં એનડીએની કસૌટી થનાર છે. સાથે સાથે કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોની પણ પરીક્ષા થનાર છે. કારણ કે કોરોના કાળમાં લોકો ખુબ હેરાન થઇ ગયા છે. સામાન્ય લોકો માટે કોણે કેટલુ કામ કર્યુ છે તે બાબત પણ મહત્વપૂર્ણ છે. આ તમામ વચ્ચે કોંગ્રેસ માટે સૌથી વધારે મુશ્કેલ છે. કારણ કે તેની હાલત દિન પ્રતિદિન ખરાબ થઇ રહી છે. પાર્ટીમાં નેતા ન હોવાની સાથે સાથે પાર્ટીમાં વ્યાપક અસંતોષની સ્થિતી છે. પાર્ટીમાં આંતરિક ખેંચતાણ જારી છે. એકબાજુ ભાજપ સહિતના પક્ષો જીતવા માટેની રણનિતી પર કામ કરી રહ્યા છે. બિહારમાં જીત બાદ ભાજપના કાર્યકરો લડાયક દેખાઇ રહ્યા છે. કોંગ્રેસ પ્રતિષ્ઠા જાળવવા માટે પ્રયાસમાં છે. જુદા જુદા મોટા રાજ્યોમાં તેની હાલત ખરાબ થઇ રહી છે. બંગાળમાં વિધાનસભાની ચૂંટણી તમામ પક્ષો માટે પડકારરૂપ છે. ખાસકરીને બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી માટે ચૂંટણી પડકારરૂપ છે. તેમની પ્રતિષ્ઠા પણ દાવ પર લાગી ગઇ છે. તેમની રાજકીય કેરિયરય દાવ પર લાગી છે. કોરોના કાળમાં જ્યારે મોટી સંખ્યામાં લોકો હિજરત કરી રહ્યા હતા અને બંગાળના લોકો ફસાયા હતા ત્યારે કોઇ નિર્ણય કરવામાં મમતા પણ વિલંબ કરી રહ્યા હતા. સાથે કોટામાં તેમના ફસાયેલા વિદ્યાર્થીઓવે લાવવામાં પણ તકલીક પડી હતી. જ્યારે તમામ મુખ્યપ્રધાનો પોત પોતાના લોકોને બચાવવામાં લાગેલા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પણ ચૂંટણી કસોટી સમાન છે. કારણ કે તેમના લોકડાઉનના નિર્ણયના કારણે કરોડો લોકો મુશ્કેલીમાં મુકાયાહતા. લોકોને તેમના વતન ચાલતા જવાની ફરજ પડી હતી. મોટી સંખ્યામાં માસુમ બાળકો અને મહિલાઓને તકલીફ પડી હતી. કોઇ સાધન લોકોને મળ્યા ન હતા. એકાએક લોકડાઉનની જાહેરાત કરી દેવામાં આવી હતી. આની અસર હેઠળ બંગાળમાં લોકો હવે કઇ પાર્ટીને મત આપશે તે બાબત પર તમામ રાજકીય નિષ્ણાંતોની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. કોંગ્રેસ પોતાની આંતરિક જુથબંધીને કારણે કઇ રીતે પરેશાનમાંથી બહાર નિકળે છે તે બાબત ઉપયોગી રહેનાર છે. કોંગ્રેસ રાજકીય પક્ષો સાથે કેવી રીતે તાળમેલ કરીને વિધાનસભાની ચૂંટણીમાં આગળ વધે છે તે બાબત ઉપયોગી રહી શકે છે. બંગાળમાં આ વખતે ભારતીય જનતા પાર્ટી અને ટીએમસી વચ્ચે મુખ્ય સ્પર્ધા છે. લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જોરદાર સપાટો બોલાવીને જીત મેળવી લીધા બાદ હવે બંગાળમાં વિધાનસભામાં પણ તેની સ્થિતી વધારે મજબુત બની શકે છે. શાસન વિરોધી પરિબળોની અસર મમતાના શાસન પર અને તેના દેખાવ પર થઇ શકે છે. બંગાળ ચૂંટણી પર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે.