તંત્રી લેખ…આધારનુ મહત્વ વધ્યુ

0
26
Share
Share

આધાર કાર્ડનુ મહત્વ દિન પ્રતિદિન વધુને વધુ વધી રહ્યુ છે. આધાર કાર્ડ  સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ તરીકે છે. તેના વગર તમામ કામો હવે અટવાઇ પડે છે. આધાર કાર્ડ દરેક કામ વેળા હવે માંગવામાં આવે છે. આવનાર દિવસોમાં તેના મહત્વને હજુ વધારવામાં આવી શકે છે. હાલમાં કોરોના વાયરસના ગાળામાં પણ આધારની ઉપયોગિતા વધી ગઇ છે. કારણ કે સરકારી યોજનાના લાભ લેવા માટે પણ તેની જરૂર પડી રહી છે. કારોબારમા પણ હવે તેની જરૂર પડે છે. આધારના સ્તરને વધારવા માટે તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આના ભાગરુપે હવે મૃત્યુ અને નોંધણી માટે આધારને ફરજિયાત બનાવી દેવામાં આવ્યા બાદ  આને લઇને કેટલાક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત શેર અને મ્યુચ્યુઅલ ફંડ યુનિટ ખરીદવા માટે પણ આધાર કાર્ડ જરૂરી  છે. કાળા નાણાંને રોકવા માટે આ પહેલ ચોક્કસપણે અસરકારક  છે.  કેટલીક સેવાઓ માટે આધારને ફરજિયાત બનાવી દેવામાં આવ્યા બાદ હવે આધાર વગર મૃત્યુની નોંધણી પણ થઇ શકતી નથી. મૃતકની નોંધણી માટે તેની ઓળખ તરીકે આધારની જરૂર પડે છે. ગૃહમંત્રાલય તરફથી તેના હેઠળ કામ કરનાર રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયાને કહેવામાં આવ્યું છે કે, મૃત્યુ પ્રમાણપત્ર માટે અરજી કરનાર લોકો માટે આધાર સંખ્યાના ઉપયોગ, સગાસંબંધીઓ અને મૃતકના પરિચિત લોકો દ્વારા આપવામાં આવેલી માહિતીની ખાતરી કરવાની રહેશે. આ ઓળખ સાથે જોડાયેલી છેતરપિંડીને રોકવા માટે આ એક અસરકારક છે. મૃત વ્યક્તિની ઓળખ કરવાના મામલામાં મદદરુપ છે. આ ઉપરાંત તે મૃત વ્યક્તિની ઓળખ અનેક દસ્તાવેજોની મદદથી સાબિત કરવાનો જરૂરિયાતને પણ પૂર્ણ કરી દેશે. રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા સંબંધિત વિભાગોને સંબંધિત રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં નોંધણી વ્યવસ્થા દ્વારા તેને અમલી કરવા માટે તૈયારી કરી લેવા માટે કહેવામાં આવ્યું છે. સરકાર અને સેબી દ્વારા આધાર કાર્ડને ફાયનાન્સિયલ માર્કેટ ટ્રાન્જેક્શન સાથે લિન્ક કરવામાં આવ્યા બાદ કેટલીક ગેરરિતી રોકાઇ શકે છે. સાથે સાથે   તમામ પ્રકારની માહિતી પણ મળી જાય છે.  તેમનુ માનવુ છે કે આ પ્રયાસથી શેર બજાર મારફતે કાળા નાણાંને સફેદ કરવાના પ્રયાસોને રોકવામાં સફળતા મળી શકે છે. આ સમગ્ર મામલા પર નજર રાખી રહેલા સુત્રોએ કહ્યુ છે કે સરકારને આ વાતની ખબર પડી ગઇ છે કે પન ટેક્સ ચોરી રોકવા માટે પુરતા પ્રમાણમાં નથી. જેથી તે હવે આધાર પર દાવ લગાવે છે. હાલમાં બ્રોકરો અથવા મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓને આધાર કાર્ડ બનાવવાની જરૂર હોતી નથી. ટુંકમાં આધાર કાર્ડ વગર હવે ચાલે તેમ નથી. કારણ કે કોઇ પણ કામ માટે આધારની જરૂર છે. આધારને તમામ ચીજો સાથે લિન્ક કરવામાં આવ્યા બાદ હવે તેની ઉપયોગિતા વધી ગઇ છે. કોરોના કાળમાં આધારના મહત્વને લોકો સારી રીતે જાણી ચુક્યા છે. કોઇ પણ મોટી આફતના સમય તેના આધાર પર લાભ મળનાર છે. જેથી આધારને બેંક, પેન સાથે લિન્ક કરવાની બાબત સૌથી ઉપયોગી બનેલી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here