બોલિવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન આજે પણ તમામ ફિલ્મ કલાકારો અને દેશના લોકો માટે પ્રેરણા સમાન છે. અમિતાભ બચ્ચનની લોકપ્રિયતા આજે પણ યુવા પેઢીમાં પણ અકબંધ રહેલી છે. હજુ ફિલ્મો અને અન્ય પ્રોજેકટોમાં અમિતાભ સક્રિય છે. જે તેમના આત્મવિશ્વાસને દર્શાવે છે. ગયા વર્ષે ભારતીય સિનેમાના સૌથી મોટા સન્માન દાદા સાહેબ ફાલ્દે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અમિતાભ બચ્ચનની પ્રથમ ફિલ્મ સાત હિન્દુસ્તાની સાતમી નવેમ્બર ૧૯૬૯ના દિવસે રજૂ કરવામાં આવી હતી. જો કે અમિતાભ બચ્ચનને મોટી ઓળખ વર્ષ ૧૯૭૩માં મળી હતી. એ વખતે તેમની પ્રકાશ મહેરાની ફિલ્મ જંજીર રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ અમિતાભ બચ્ચને એક પછી એક મોટી સુપરહિટ ફિલ્મો આપવાની શરૂઆત કરી દીધી હતી. ત્યારબાદ અમિતાભ બચ્ચન ભારતના કરોડો ચાહકોના દિલોદિમાગ પર છવાઇ ગયા હતા. હકીકતમાં અમિતાભ બચ્ચને પોતાની શરૂઆતી ફિલ્મોમાં એ વખતના યુવાનોની આપેક્ષા અને આશાઓને રજૂ કરી હતી. જે સિસ્ટમમાં પેદા થયેલી સમસ્યાઓના કારણે ઉભી થઇ હતી. એ સમય એ હતો જ્યારે એકબાજુ જનતા મોંઘવારીના કારણે પરેશાન હતી. સાથે સાથે બરોજગારીના કારણે પરેશાન હતી. બીજી બાજુ સરકારોમાં ભ્રષ્ટાચારની જડો મજબુત થઇ રહી હતી. જમાખોરો, મિલ માલિકોની એ વખતે બોલબાલા હતી. દલાલોની બોલબાલા હતી. અમિતાભ બચ્ચન તરીકે ઉભરેલા એગ્રી યંગ મેને જ્યારે આ તત્વોને લલકારવાની શરૂઆત કરી ત્યારે જનતાએ તેમની છાપ અમિતાભ બચ્ચનમાં જોઇ હતી. પરદા પર ઉભરેલા સમાજના આ નાયકની એન્ટ્રી શહેરી નિમ્ન ગરીબ મધ્યમ વર્ગમાંથી થઇ હતી. તે સિસ્ટમને પડકાર ફેંકીને તેને બાયપાસ કરીને આગળ વધે છે. તેમની આ સફળતા યુવાનો સાથે જોડાતી ગઇ હતી. એક અન્ય બાબત એ છે કે અમિતાભે તેની આ છાપમાં સુધારા લાવવા માટેના પ્રયાસો પણ કર્યા હતા. કોમેડી રોલ પણ ભરપુર કર્યા હતા. અમિતાભ તરીકે લોકોની વચ્ચે એક એવા અભિનેતાની એન્ટ્રી થઇ જે રોમાન્સ, એક્શન અને કોમેડી ત્રણેયમાં નિષ્ણાંત હતા. દે દશકો સુધી ચાહકોના દિલોદિમાગ પર છવાઇ ગયા બાદ અમિતાભની કેરિયરને પણ અસર થઇ હતી. એક વય બાદ મોટામાં મોટા સ્ટાર પણ કમજોર સાબિત થાય છે. જો કે અમિતાભની સાથે એક ચમત્કાર થયો હતો જે રાજેશ ખન્ના, દિલિપ કુમાર અને રાજેશ ખન્નાની સાથે થયો ન હતો. રાજનીતિ અને કારોબારમાં પડીને વિવાદમાં રહ્યા બાદ એક દશક પછી ફરી ફિલ્મોમાં વાપસી કરી હતી. વર્ષ ૨૦૦૦માં ટેલિવીજનમાં આવેલા કેબીસીએ અભૂતપૂર્વ લોકપ્રિયતા જગાવી હતી. અમિતાભના નવા અવતારમાં પણ લોકો સંતુ્ષ્ટ થયા છે. પોતાની સફેદ દાઢીમાં અમિતાભ દેવીઓ અને સજ્જનોના અભિવાદંન સાથે નજરે પડે છે. બ્લેક અને પા જેવી ફિલ્મો પણ અમિતાભે કરી છે. અમિતાભ બચ્ચન હજુ બોલિવુડમાં સૌથી મોટા સ્ટાર તરીકે છે. તેમની પ્રેરણા સાથે આગળ વધવા તમામ તૈયાર છે.