તંત્રીલેખ…બેવડુ વલણ

0
14
Share
Share

કેન્દ્રીય કેબિનેટે આ અઠવાડીયામાં નવી શિક્ષણ પદ્ધતિ અમલમાં મુકવાની વાત કરતા દેશમાં નવી શિક્ષણ નીતિને મંજૂરી આપી છે. એજ્યુકેશન પોલીસી ૨૦૨૦ અંતર્ગત આવેલા પ્રસ્તાવોમાં અનેક ફેરફાર થવાના છે. જેમાં એક એવો પણ ઉલ્લેખ છે કે, વિદેશી યુનિવર્સિટીઓને ભારતામં બ્રાન્ચ ખોલવાની મંજૂરી આપવી. જો કે, હવે આ બાબત પર ભાજપના જ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. સ્વામીએ શનિવારના રોજ ટ્‌વીટ કર્યુ હતું કે, કેન્દ્ર સરકારને ૬ વર્ષ જૂની યાદ અપાવી છે. તથા દેશમાં વિદેશી યુનિવર્સિટીઓને પ્રવેશ કરતા રોકવી જોઈએ.ભારતના પૂર્વ નાણામંત્રી સુબ્રમણ્યમ સ્વામીએ એક ટ્‌વીટ કરી તેમાં જણાવ્યુ છે કે, શિક્ષા મંત્રાલયને વિદેશી યુનિવર્સિટીઓમાંથી અભ્યાસ કરવા માટે એડેક્સ ઓનલાઈન જેવા પોર્ટલ ખોલવા જોઈએ. પણ વિદેશી યુનિવર્સિટીઓને ભારતમાં બ્રાન્ચ ખોલવાની મંજૂરી આપવી જોઈએ નહીં. સ્વામીએ ૨૦૧૪માં મોદી સરકારે યુપીએ સરકારના સમયમાં મળેલી હાર્વર્ડ યુનિવર્સિટીની બ્રાન્ચ ખોલવાની મંજૂરીને રદ કરાવ્યુ હતું. સ્મૃતિ ઈરાની પણ આ વાત જાણે છે.જો કે, અગાઉ સ્વામીએ નવી શિક્ષણની નીતિનું સ્વાગત કર્યુ હતું. આ બાબતે તેમણે શિક્ષણ મંત્રાલય સાથે વાત કરી શિક્ષણ પર જીડીપીના ૬ ટકા ખર્ચ કરવો જોઈએ તે વાત માની પણ લીધી છે.અહીં ઉલ્લેખનીય છે કે, ભારતમાં વિદેશી યુનિવર્સિટીના કેમ્પસ ખોલવા પર પહેલા પણ ઘણી વાર વિચાર કરવામાં આવ્યો છે. ૧૯૯૫માં તેના માટે એક ડ્રાફ્ટ પણ બનાવ્યો હતો. જો કે, તે પાસ થયો નહીં. ૨૦૦૫-૦૬માં યુપીએ સરકારે પણ તેના માટે બિલ પાસ કરાવ્યુ હતું. જો કે, ત્યારે પણ ભાજપે વિરોધ નોંધાવ્યો હતો. ત્યાર બાદ ૨૦૧૦માં કપિલ સિબ્બલે એચઆરડી મંત્રી રહેતા એક વાર ફરી વિદેશી યુનિવર્સિટીને ભારતમાં લાવવાનું બિલ લાવ્યા હતા. પણ તેની પણ એવી જ હાલત થઈ હતી.આરએસએસ સાથે જોડાયેલા સંગઠન સ્વદેશી જાગરણ મંચના ભારે વિરોધ બાદ નવી શિક્ષણ નીતિમાં વિદેશ યુનિવર્સિટી માટે ભારતમાં કેમ્પસ ખોલાવાની વાત કરવામાં આવી છે. જો કે, આરએસએસના દબાણ બાદ નવી શિક્ષણ નીતિમાં પ્રાચીન ભારતના જ્ઞાન પર વધારે ભાર આપવાની વાત માની લેવામાં આવી છે. નવી શિક્ષણ નીતિ પર આરએસએસ સાથે જોડાયેલી લોકો માને છે કે, તેમની વાતને માનવામાં આવી છે અને તેનાથી તેઓ ખુશ પણ છે.વાત જ્યારે મોદી સરકારની નીતિઓની આવે છે ત્યારે ભલે તેઓ નવી નવી યોજનાઓને નવા નવા નામો આપીને તે યોજનાઓ તેમની છે તેવો પ્રચાર કરતા રહે પણ એ હકીકત છે કે અગાઉની યુપીએ સરકારે પણ ઘણી નવી વાતોને અમલમાં મુકવાનો પ્રયાસ કર્યો હતો પણ ત્યારે  ભાજપ સત્તામાં ન હતું એટલે રાષ્ટ્રવાદને નામે દેશપ્રેમનાં નામે તેમની નીતિઓનો ભરપુર વિરોધ કરવામાં આવતો હતો ત્યારે આપણાં આજના વડાપ્રધાન ગુજરાતનાં મુખ્યમંત્રી હતા અને તેઓ યુપીએ સરકારનો જોરશોરથી વિરોધ કરતા હતા આજે જ્યારે તેઓ વડાપ્રધાન પદ પર છે ત્યારે તેઓ જે નીતિઓને અમલમાં મુકી રહ્યાં છે એ નીતિઓનો તેમણે એક સમયે ભારે વિરોધ કર્યો હતો તે ભૂલી ગયા હોય તેમ લાગે છે અને ભાજપનાં અન્ય નેતાઓમાં તો મોદી અને શાહનો વિરોધ કરવાની ત્રેવડ નથી એ દેખાઇ આવે છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here