તંત્રીલેખ…ચીનને આર્થિક ફટકો

0
29
Share
Share

ભારત હવે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચીન સરકાર અથવા તેના સૈન્ય સાથે જોડાણ ધરાવતી ચાઇનીઝ ટેક્‌નોલોજી કંપનીઓને અલગ તારવી રહ્યું છે, એમ ટોચના અધિકારીએ જણાવ્યું હતું. આ કંપનીઓએ હવે ભારતમાં રોકાણની મંજૂરી મેળવવા પડકારોનો સામનો કરવો પડશે. તાજેતરમાં સરહદ પર બનેલા ઘટનાક્રમના લીધે ભારત માટે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને સાવધાન થવાનો સમય છે, એમ તેમણે જણાવ્યું હતું.જોકે, સ્માર્ટફોન ઉત્પાદકો વિવો, શાઓમી અને ઓપ્પો આ કેટેગરીમાં આવતી ન હોવાથી તેઓએ ભારતમાં તેમના રોકાણ આયોજન અને વિસ્તરણ અંગે અવરોધોનો સામનો કરવો પડે તેવી સંભાવના નથી. આ ચાઇનીઝ ટેક્‌નોલોજી કંપનીઓની માલિકીની પેટર્ન પર ખાસ ધ્યાન રાખવાની જરૂર પડશે, કારણ કે ચાઇનીઝ સેના કે સરકાર તેની માલિક હોઈ શકે અથવા તો તેની આ કંપનીમાં નોંધપાત્ર પ્રમાણમાં હિસ્સેદારો હોય તો તે મોટા પાયા પર અસર કરી શકે.ટેલિકોમ ઇક્વિપમેન્ટ વેન્ડર હુઆવી અને ઝેડટીઇ પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) અને ચાઇનીઝ સરકાર સાથે કથિત જોડાણ ધરાવતા હોવાના આરોપો લાગ્યા છે અને આ બંને કંપનીઓ આ આરોપોનો વારંવાર ઇન્કાર કરતી રહી છે. ભારતે પણ તેના પગલે ખાસ કરીને ફાઇવ-જીનાં સાધનોની ગોઠવણી અંગે ટેલિકોમ સપ્લાય કોન્ટ્રાક્ટમાં તેમની ભાગીદારી અંગે કોઈ પણ નિર્ણય લેવાથી દૂર રહેવાનું મુનાસિબ માન્યું હતું. જૂનની મધ્યમાં સરહદ પર થયેલી અથડામણના પગલે ભારતે સરકારી ફોન કંપનીઓ ભારત સંચાલન નિગમ લિમિટેડ (બીએસએનએલ) અને મહાનગર ટેલિફોમ નિગમ લિમિટેડ (એમટીએનએલ)ને આ કંપનીઓ પાસેથી ઉપકરણો લેવાની મનાઈ ફરમાવી દીધી છે.અમેરિકાએ બે સપ્તાહ પહેલાં જ હુઆવીના ચિપ ડેવલપમેન્ટના પ્રયત્નોને અટકાવવાના ધ્યેય સાથે નવા નિકાસ અંકુશ નિયમો લાગુ કર્યા છે. તેણે વર્ષ પહેલાં હુઆવીને બ્લેકલિસ્ટ કરી હતી. નવા નિયમો હેઠળ નોન-યુએસ કંપનીઓએ હુઆવીની ડિઝાઇનવાળી ચિપ્સ બનાવવા માટે અમેરિકન ટેક્‌નોલોજીનો ઉપયોગ કરવા મંજૂરી મેળવવાની રહેશે. ભારત સસ્તી આયાતને રોકવા તેમજ ઔદ્યોગિક ગૂડ્‌ઝ, ટેલિકોમ પ્રોડક્ટ્‌સ, ઇલેક્ટ્રોનિક્સ, સ્ટીલ અને કેમિકલ્સના સ્થાનિક મેન્યુફેક્ચરિંગમાં સુધારો કરવા લગભગ ૫,૦૦૦ ટેક્‌નિકલ ધોરણો નિર્ધારિત કરવાનું વિચારી રહી છે. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રાલયે મહત્તમ આયાતી પ્રોડક્ટ્‌સનો ઉપયોગ કરતાં મંત્રાલયને અલગ તારવ્યાં હતાં. આ સેક્ટર્સ માટે ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર અને ટેક્‌નિકલ ધોરણો તૈયાર કરવામાં આવી રહ્યાં છે.સરકારના મતે ચીન સહિતના દેશોની સસ્તી આયાત રોકવા ઊંચા ટેરિફને બદલે ગુણવત્તાનાં કડક ધોરણો વધુ અસરકારક વિકલ્પ છે. ટેલિકોમ, કેમિકલ્સ, ભારે ઉદ્યોગો, સ્ટીલ મંત્રાલય તેમજ ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલય ચીનથી નોંધપાત્ર આયાત કરે છે.કેટલાંક સેક્ટર્સની આયાત નોંધપાત્ર અને બિનજરૂરી છે. કારણ કે એ ચીજોના ઉત્પાદનની દેશ પાસે ક્ષમતા છે. ક્વોલિટી કંટ્રોલનાં ધોરણોને કારણે નીચી ગુણવત્તા ધરાવતી પ્રોડક્ટ્‌સ દેશમાં પ્રવેશી નહીં શકે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here