તંત્રની બેદરકારીઃ કોરોના કેસ વધતા રાજકોટમાં કોરોના ટેસ્ટીંગ સેન્ટર શરૂ કરાયા

0
16
Share
Share

રાજકોટ,તા.૨૧
રાજકોટમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે મનપાનું વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યુ છે. શહેરના સાત ઠેકાણે કોરોના ટેસ્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજકોટ મહાનગર પાલિકા દ્વારા જે સ્થળો પર ટેસ્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે તેમાં સેન્ટ્રલ ઝોન કોર્પોરેશન ઓફીસ, ત્રિકોણ બાગ, કિસાનપરા ચોક, પેડક રોડ બાળક હનુમાનજી મંદિર, રૈયા ચોકડી, કે. કે. વી હોલ અને બાલાજી હોલનો સમાવેશ થાય છે.
રાજકોટમાં ૫૦ ધન્વંતરી રથ દ્વારા ત્રણ દિવસમાં ૨૬ હજાર ૨૧૦ લોકોની તપાસ કરવામાં આવી છે. તો વળી ૪૦૦થી વધુ સર્વેલન્સ ટીમ દ્વારા ત્રણ દિવસમાં ૫૫ હજાર ૨૧૧ ઘરનો સર્વે કરાયો છે. આ ઉપરાંચ ધન્વંતરી રથ, સંજીવની રથ, ૧૦૪ સેવા રથ, કોવિડ ટેસ્ટિંગ વ્હિકલ દ્વારા ડોર ટુ ડોરની કામગીરી હાથ ધરાઈ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here