તંત્રની અવઢવ સ્થિતિમાં લોક ડાઉનનાં નિયમોનું પાલન કેમ થશે.?

0
33
Share
Share

ગિરગઢડા તા ૨૬.

સામાન્ય રીતે કોઈ પણ પરિપત્રનું અર્થઘટન એ તંત્રની સંવાદિતતા પર નિર્ભર હોય છે. આજે શહેરમાં મોટાભાગના મેડિકલ જગતનાં તબીબો સામાન્ય બી.પી.ચેક કરવા કે સ્ટેથોસ્કોપનો ઉપયોગ પણ નથી કરતાં. દદર્ીને કદાચ લોક ડાઉન હોય શકે દદર્ને થોડું હોય. વેપારી સમાજ પણ અવઢવ ભરી સ્થિતિમાં છે. આમાં લોક ડાઉન ની ગંભીરતા અને આવી અવઢવ ભરી સ્થિતિ એ શું સરકારી તંત્રની અનિર્યાણક સ્થિતિ અને અપરિપકવતા તો નથી દર્શાવતા ને? કે પછી પૂરતી વિચારણા કર્યા વગર ના ઉતાવળિયા નિર્ણયો છે? કભી હા કભી ના જેવી સ્થિતિ પણ આવા કપરાં કાળમાં વ્યાજબી છે ખરી? કરણોપકર્ણ વેપારી સમાજમાં પણ આ અંગે ઉહાપોહ અને અજંપો પણ જોવા મળે છે. વેપારી સમાજ પણ મુંઝવણ અનુભવી રહ્યા છે. આવા કપરાં કાળમાં સ્પષ્ટ અને ક્લીયર કટ નીતિનો ક્યાંક અભાવ જોવા મળે છે.. એક તો લોક ડાઉન જાહેર કરતી વખતે પણ જો થોડો વધુ સમય આપ્યો હૈત તો સ્થળાંતરની ઘણી વિટંબણા ટાળી શકાય હોત અને તાળી અને થાળી સમયે પણ લોકોને સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવામાં પણ ક્યાંય કચાશ જોવા મળતી હતી અને અતિ હર્ષાવેશમાં થોડી ક્ષણો પણ સોશિયલ ડિસ્ટન્સ નાં જળવાયું આમ તંત્ર આવી બાબતો પરથી પણ બોધપાઠ લઈ શક્યું હોત. આમ વારંવાર અસમંજસ લોકો માટે સલાહભર્યું ગણાય ખરું?.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here