ડ્રેગનને લગામ તાણવાની તૈયારી

0
6
Share
Share

ચીન સાથે સરહદ પર તણાવ વધ્યા બાદ ચાઇનીઝ કંપનીઓને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં ભાગ લેતી અટકાવવા સરકાર વિચારી રહી છે અને એ જ સાથે ચીનથી ઠલવાતા માલસામાન સામે મળતી ફરિયાદોના ઉકેલ માટે એન્ટિ ડમ્પીંગનું શસ્ત્ર પણ વિંઝવાની તૈયારીમાં છે. સરકાર ઇન્ફ્રા પ્રોજેકટ માટે એવી શરતો પણ લાગુ કરી શકે કે જેથી જે દેશમાં ભારતીય કંપનીઓ માટે કોન્ટ્રાક્ટની અરજી કરવી મુશ્કેલ હોય તેવા દેશની કંપનીઓ માટે ભારતમાં પણ નિયમો બહુ ચુસ્ત રહેશે. આ શરતની ચોક્કસ રૂપરેખા માટે નાણામંત્રાલય વિવિધ વિકલ્પ વિચારે છે જેથી તેને આંતરરાષ્ટ્રીય સ્તર પર પડકારી શકાય નહીં.એ નોંધવું રહ્યું કે આ શરતનો હેતુ મુખ્યત્વે ચાઇનીઝ કંપનીઓને અટકાવવાનો છે પરંતુ તેમાં બધા દેશોને આવરી લેવાય તેવી શક્યતા છે. ઉપલબ્ધ માહિતી પ્રમાણે નવા ક્લોઝને લાગુ કરવાનું સૌથી પહેલાં રોડ અને હાઈવે વિભાગમાં શરૂ થાય તેવી શક્યતા છે. ત્યાર પછી બીજા પબ્લિક સેક્ટરના યુનિટને પણ તેમાં આવરી લેવાશે.નવી શરતો ઘડવા માટે માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય તથા કાયદા મંત્રાલય વચ્ચે ચર્ચા ચાલુ છે. સરકારે સરકારી માલિકીની ટેલિકોમ કંપનીઓ બીએસએનએલ અને એમટીએનએલ માટે બહાર પાડેલા કોન્ટ્રાક્ટ રદ કરીને નવી શરતો સાથે નવા કોન્ટ્રાક્ટ બહાર પાડવાનું નક્કી કર્યું છે જેથી ચાઇનીઝ ઇક્વિપેન્ટ સપ્લાયરને સુરક્ષાનાં કારણોથી દૂર રાખી શકાય. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા કોન્ટ્રાક્ટ ભારતીય ગૂડ્‌ઝ અને સર્વિસ સપ્લાયર્સને મળે તે માટે પણ નવા માપદંડ લાગુ કરી શકાય છે. જે દેશોમાં ભારતીય કંપનીઓ માટે અત્યંત કડક નિયમો લાગુ થાય છે તે દેશો માટે ભારત પણ ચુસ્ત નિયમો લાગુ કરશે.માત્ર સ્થાનિક કંપનીઓ ભાગ લઈ શકે તે માટે ચુસ્ત માપદંડ જરૂરી છે. બીજા દેશોમાં કેવાં નિયંત્રણો મુકાય છે તેનો પણ અભ્યાસ હાથ ધરાઇ રહ્યો છેે. સરકારના આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ આ કવાયત પહેલેથી ચાલુ છે અને સરહદ પર બદલાયેલી સ્થિતિના સંદર્ભમાં તેનું મહત્ત્વ વધી ગયું છે.નપાવટ ચીન પાસેથી શરાફતની કોઇ આશા ન રાખી શકાય એન એ વાત અનેક વાર પુરવાર થઇ ચૂકી હોવા છતાં સરકારે આ અજગરને અંકુશમાં લેવા કોઇ અસરકારક પગલાં ન લીધા હોવાની ચારેતરફથી ટીકા થઇ રહી છે, ત્યારે કેટલાક એવા સમાચાર પણ આવી રહ્યાં છે કે સરકાર હવે ખરેખર નિરંકુશ ચીની ડ્રેગનને લગામ તાણવાની તૈયારીઓ કરી રહી છે. અલબત્ત આ પાણી પહેલાની પદલે પાણી પછી પાળ બાંધવા જેવી જરૂર છે, પરંતુ ઘોડા નાસી છૂટે એ પહેલા ઘોડારને તાળું મારવા જેવી તો અવશ્ય ગણી શકાય. અહીં આપણે આર્થિક મોરચાની જ વાત કરવી છે કારણ કે અત્યારે વિશ્વમાં આર્થિક યુદ્ધો જ ખેલાઇ રહ્યાં છે. આ પ્રકારના આર્થિક યુદ્ધોને કારણે હાલમાં વિશ્વનાં મોટાભાગના વિસ્તારો કોઇને કોઇ પ્રકારની આર્થિક ગુલામી વેઠી રહ્યાં છે આપણે પાકિસ્તાનને લગામમાં રાખવા માટે અમેરિકાનો સહારો લઇએ છીએ જે અહી રોકાણ કરે છે જ્યારે પાકિસ્તાન આ માટે ચીનનો સહારો લઇ રહ્યું છે અને ચીન પાકિસ્તાનમાં પોતાનું રોકાણ વધારી રહ્યુ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here