ડ્રગ્સ મામલોઃ એનસીબીના લિસ્ટમાં ૫૦ સેલિબ્રિટીઓ,પ્રોડ્યૂસર, ડાયરેક્ટરોના નામ સામેલ

0
21
Share
Share

મુંબઇ,તા.૨૪

સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા મામલામાં જ્યારથી ડ્રગ્સનો મામલો સામે આવ્યો છે. દેશભરમાં ચાહકો અને બોલિવૂડની નિંદર ઉડી ગઈ છે. બોલિવૂડ પાર્ટીઓમાં થઈ રહેલા ડ્રગ્સનો ઉપયોગ વિશે ખુલાસો થયો તો ફરી અભિનેતાનું નામ સામે આવવા પણ વ્યાજબી છે. સુશાંત કેસની સાથે જોડાયેલા લોકો રિયા ચક્રવર્તી, ડ્રગ પૈડલર્સ વગેરેએ બોલિવૂડના કેટલાક મોટા નામોનો ખુલાસો કરવામાં આવ્યો છે. એનસીબીની રડાર ઉપર આ સમયે ૫૦ બોલિવૂડ સેલિબ્રિટીઓ છે.

૧૫/૨૦ કેસમાં સુશાંતસિંહ રાજપૂત અને ડ્રગ મામલામાં દીપિકા પાદુકોણ, સિમોન ખમ્બાતા અને રકુલ પ્રીત સિંહની પૂછપરછ કરવામાં આવશે. આ દરેકના નામ જયા સાહાએ આપ્યા હતા. જયાએ દીપિકાની મેનેજર કરિશ્મા પ્રકાશનું નામ બતાવ્યું હતું.

૧૬/૨૦ કેસમાં શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાન સામેલ છે. આ બંનેના ઘરે જઈને એનસીબી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે. બંનેથી ડ્રગ્સ મામલામાં પૂછપરછ થશે. આ બંનેના નામ રિયા ચક્રવર્તી અને કેટલાક ડ્રગ પેડલર્સ દ્વારા માહિતી મળી છે.

બતાવવામાં આવી રહ્યુ છે કે દીપિકા પાદુકોણ, સિમોન અને રકુલ પ્રીતની એનસીબીના મુંબઈના કોલોબા ખાતે આવેલા ગેસ્ટ હાઉસમાં સવાલ જવાબ કરવામાં આવશે. ત્યારે સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરની એનસીબીના ઝોનલ ઓફિસમાં પૂછપરછ થશે. એનસીબી આ સાથે બોલિવૂડની પાર્ટિઓની પણ તપાસ કરી રહ્યું છે. તેમના લિસ્ટમાં ૫૦ અભિનેતા, અભિનેત્રી, નિર્માતા અને ડાયરેક્ટર છે. જે ડ્રગ્સ પાર્ટી કરે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here