ડ્રગ્સ કેસમાં રિયા-શોવિકની જામીન અરજી પર સુનાવણી ટળી

0
27
Share
Share

મુંબઈ,તા.૨૩

ડ્રગ્સના કેસમાં જેલમાં બંધ રિયા ચક્રવર્તીની મુશ્કેલીઓ અટકવાનું નામ નથી લઈ રહી. ડ્રગ્સના કેસમાં રિયાની ૮ સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને ૧૪ દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવી હતી. જે ૨૨ સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થઈ રહી હતી. જો કે અત્યારે રિયાને જેલમાં જ રહેવું પડશે. રિયાની ન્યાયિક કસ્ટડીમાં ૬ ઓક્ટોબર સુધીનો વધારો થયો છે. રિયા અને તેના ભાઈ શોવિક ચક્રવર્તીએ બોમ્બે હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી. જેની સુનાવણી આજે બોમ્બે હાઈકોર્ટમાં થવાની હતી. પરંતુ મુંબઇમાં ભારે વરસાદને કારણે આજે આ સુનાવણી યોજાશે નહીં.

ગત રાતથી મુંબઈમાં મુશળધાર વરસાદને કારણે બોમ્બે હાઈકોર્ટ આજે બંધ છે. રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિક પર ડ્રગ્સની લેતી દેતી કરવાનો આરોપ છે. રિયા અને શોવિકે દ્ગઝ્રમ્ની પૂછપરછમાં કબૂલાત કરી હતી કે તેઓ સુશાંત માટે ડ્રગ્સની વ્યવસ્થા કરતા હતા. રિયા અને શોવિકની અનેક ડ્રગ્સ પેડલર સાથેની ચેટનો ખુલાસો થયો છે. એનસીબીએ ડ્રગ્સના કેસમાં અત્યાર સુધીમાં કુલ ૧૮ લોકોની ધરપકડ કરી છે. રિયાએ એનસીબી સામે કબુલ્યુ છે કે તેના જીવનમાં સુશાંત આવ્યો તે પહેલા જ તે ડ્રગ્સ લેતી હતી.

ડ્ર્‌ગ્સથી થતા નુકસાનની જાણ થતા તેણે ડ્રગ્સ લેવાનુ છોડી દીધુ હતુ. રિયાએ એમ પણ કહ્યું કે સુશાંત કેદારનાથના શૂટિંગ દરમિયાન ડ્રગ્સ લેતો હતો. ડ્રગ્સ મામલે રિયાએ બોલિવૂડના દિગ્ગજ કલાકારોના નામ આપ્યા છે. જેમાં દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર, રકુલ પ્રીત સિંહ, નમ્રતા શિરોડકરનાં નામ શામેલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here