ડ્રગ્સ કેસમાં પૂછપરછ કરાયેલ મહિલાઓ સુશાંતના નામને કલંકિત કરી રહી છેઃ શેખર

0
22
Share
Share

મુંબઈ,તા.૧

સુશાંત સિંહ રાજપૂતના મોતને હવે ચાર મહિના થઈ ગયા છે અને સીબીઆઈ તેમજ એનસીબીની તપાસ હજી ચાલુ છે. સીબીઆઈની તપાસ દરમિયાન આ કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યો હતો, ત્યારબાદ એનસીબીએ શૌવિક ચક્રવર્તી અને રિયાની ધરપકડ કરી છે, આ સાથે જ ચક્રવર્તી સિવાય પણ અનેક લોકોની ધરપકડ કરી હતી. હાલમાં એનસીબીએ આ મામલામાં સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરની પૂછપરછ કરી હતી, જેમાં આ બન્ને અભિનેત્રીએ કહ્યું હતું કે સુશાંત ડ્રગ્સ લેતો હતો. આ સાંભળ્યા પછી સુશાંતના ચાહકો અને બોલિવૂડ એક્ટર શેખર સુમન ખૂબ ગુસ્સે થયા છે. તેમણે ટ્‌વીટ કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.

સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ રહેતાં શેખર સુમને હાલમાં જ ટિ્‌વટ કર્યું છે કે, જે પણ મહિલાઓની ડ્રગ્સના કેસમાં પૂછપરછ કરવામાં આવી રહી હતી તે બધી મહિલાઓ ફક્ત સુશાંતના નામને કલંકિત કરી રહી છે. તે બધી સુશાંતના ચરિત્ર પર સવાલ ઉભા કરી રહ્યા છે. તે ખૂબ જ અમાનવીય છે. તે વ્યક્તિ હવે પોતાનો બચાવ પણ કરી શકે એમ નથી. આ ટિ્‌વટ પર શેખરને ખુલ્લેઆમ સુશાંતના ચાહકોનો ટેકો મળી રહ્યો છે. દરેક જણ શેખરની પ્રશંસા કરી રહ્યા છે અને સારા-શ્રદ્ધાને નિશાન બનાવીને ટ્રોલ કરી રહ્યા છે. હાલમાં દીપિકા પર પણ લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.

સુશાંત કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ રિયા ચક્રવર્તીએ કબૂલાત કરી કે સુશાંત ડ્રગ્સ લેતો હતો. આ કેસમાં પૂછપરછ દરમિયાન રિયાએ સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરનું નામ આપ્યું હતું. એનસીબીની પૂછપરછ દરમિયાન સારા અને શ્રદ્ધાએ પણ કહ્યું કે તેણે ક્યારેય ડ્રગ્સ નથી લીધું, તેમજ એમ પણ કહ્યું હતું કે સુશાંત ડ્રગ્સ લેતો હતો. પૂછપરછ દરમિયાન સારાએ સુશાંત સાથે સ્મોકિંગની વાત કબૂલ કરી હતી, બીજી તરફ શ્રદ્ધાએ જણાવ્યું હતું કે તેણે સીબીડી ઓઈલ બીજા ઉપયોગ માટે મંગાવ્યું હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here