ડ્રગ્સ કેસમાં દીપિકા પાદુકોણનું નામ આવ્યા બાદ પહેલી વખત સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી

0
29
Share
Share

દુબઈ,તા.૨૩

૨૦૨૦ બધા માટે ખુબ ભારે રહ્યું છે એ જ રીતે બોલિવૂડની ટોપ અભિનેત્રી દીપિકા પાદુકોણ માટે પણ વર્ષ ૨૦૨૦ ખૂબ ભારે રહ્યું છે. પહેલા કોરોના સમયગાળાને કારણે તેની મેગા બજેટ ફિલ્મ ૮૩ મુલતવી રહી અને પછીથી તે ડ્રગ્સના કેસમાં ખરાબ રીતે ફસાઈ ગઈ. ત્યારબાદ દીપિકાની એનસીબી અધિકારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. વાયરલ ચેટને કારણે દીપિકા ભેરવાઈ હતી અને ડ્રગ્સના કેસમાં એનસીબીના પ્રશ્નોના જવાબો પણ આપવા પડ્યા હતા.

હવે તે તપાસ બાદ દીપિકા પાદુકોણે પહેલીવાર સોશિયલ મીડિયા પર કંઈક પોસ્ટ કર્યું છે. આખરે છેક એક મહિના પછી સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ છે. તેણે તેના મિત્ર અને બાહુબલી ફેમ અભિનેતા પ્રભાસને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે. તેણે તેની ઇન્સ્ટા સ્ટોરી પર પ્રભાસનો ફોટો શેર કરતી વખતે લખ્યું છે કે, તમે હંમેશાં સ્વસ્થ અને સુખી રહો. હું આશા રાખું છું કે આ વર્ષ તમારા માટે શ્રેષ્ઠ રહે. હવે પ્રભાસ માટેતો આ વર્ષ દરેક અર્થમાં લાજવાબ છે.

પ્રભાસની ઘણી મોટી ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. આ યાદીમાં આદિપુરુષથી રાધેશ્યામ સુધીની, ઘણી મેગા બજેટ ફિલ્મોનો સમાવેશ થાય છે. આ યાદીમાં પ્રભાસ દીપિકા પાદુકોણ સાથે પણ એક ફિલ્મ કરવા જઈ રહ્યો છે. જો કે ફિલ્મનું નામ હજુ જણાવવામાં આવ્યું નથી, પરંતુ દીપિકાએ ખુદ થોડા મહિના પહેલા જ આ ખાસ ફિલ્મની ઘોષણા કરી હતી. તેણે કહ્યું કે તે સાઉથ સુપરસ્ટાર્સ સાથે કામ કરવા માટે ઉત્સાહિત છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here