ડ્રગ્સ કેસમાં કોમેડિયન ભારતી અને હર્ષની પૂછપરછ માટે અટકાયત

0
22
Share
Share

મુંબઈ,તા.૨૧

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં મોત મામલે ડ્રગ્સ એંગલ સામે આવ્યાં બાદ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો સતત બોલિવૂડ હસ્તીઓનાં ત્યાં રેડ પાડી રહ્યું છે. આ શ્રેણીમાં એનસીબીની ટીમે શનિવારે પ્રખ્યાત કોમેડિયન મહિલા ભારતી સિંહનાં ઘરે રેઇડ પાડી છે. અત્યાર સુધીની માહિતી મુજબ એનસીબીની ટીમને ટીવી એક્ટ્રેસ ભારતી સિંહનાં ઘરેથી થોડી માત્રામાં ડ્રગ્સ મળી આવ્યું છે. હજુ સુધી તે ડ્રગ્સની માત્રા માલૂમ થઇ નથી. પણ એનસીબીની ટીમે ટીવી એક્ટ્રેસ ભારતી સિંહ અને તેનાં પતિને સમન્સ બજાવી દીધુ છે.

ભારતી સિંહ અને તેનાં પતિ હર્ષ લિંબાચિયાની એનસીબીની ટીમ દ્વારા અટકાયત કરી દેવામાં આવી છે. એનસીબીની ટીમ હવે તેમની ડ્રગ્સ મામલે પૂછપરછ કરશે. ભારતી અને હર્ષનાં ઘરમાંથી પ્રતિબંધિત ગાંજો મળી આવ્યો હતો. જાણકારી મુજબ, નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ટીમે શનિવારે ભારતી સિંહનાં અધેરી સ્થિત ઘરમાં છાપો માર્યો છે અને ગાંજો મળી આવ્યો છે. જે સમયે એનસીબીની ટીમે કાર્યવાહીને અંજામ આપ્યો તે સમયે ભારતી સિંહ અને પતિ હર્ષ ઘરમાં જ હાજર હતાં.

અત્યાર સુધીની માહિતી અનુસાર, એનસીબીની ટીમને ભારતીનાં ઘરેથી થોડી માત્રામાં ડ્રગ્સ પણ મળી આવ્યું છે. ભારતી સિંહનાં ઘરેથી ડ્રગ્સ મળ્યાં બાદ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ભારતી અને હર્ષને પૂછપરછ માટે સમન્સ બજાવ્યાં છે હવે જોવાનું રહેશે કે ભારતી અને હર્ષ ક્યારે એનસીબીની ઓફિસમાં હાજર થાય છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here