ડ્રગ્સ કેસઃ એનસીબીએ રિયા,શોવિક,ક્ષિતિજ પ્રસાદના બેંક ખાતાની તપાસ શરૂ કરી

0
24
Share
Share

મુંબઇ,તા.૨૨

બોલિવૂડમાં ડ્રગ્સ કનેક્શનને લઈને એનસીબી દ્વારા તપાસ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે. બોલિવૂડમાં ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ મોટી કાર્યવાહી કરતા આરોપીઓના એકાઉન્ટની તપાસ શરૂ કરી દીધી છે. એનસીબી દ્વારા આરોપીઓએ વિતેલા ૬ વર્ષોમાં કેટલી અચલ સંપત્તિ તૈયાર કરી અને તેની કમાણીનું ડ્રગ્સ સાથે શું સંબંધ છે તે જાણવા માંગે છે. તાજેતરમાં જ રિયા ચક્રવર્તીને કોર્ટે જામીન આપ્યાં છે. જ્યારે તેના ભાઈ શોવિક ચક્રવર્તી પોલીસ કસ્ટડીમાં છે.

એનસીબીના સુત્રોમાંથી જાણવા મળતી માહિતી પ્રમાણે રિયા ચક્રવર્તી, પેડલર વાસિદ પરિહાર , જૈદ, અંકુશ, ફિલ્મ મેકર ક્ષિતિજ પ્રસાદ અને કેજે ઉર્ફે કર્મજીત છેલ્લા ૬ વર્ષોમાં તેયાર પ્રોપર્ટીની જાણકારી મેળવી રહી છે. તેના માટે એનસીબીએ આ આરોપીઓની બેંક ડિટેઈલ્સ, ઈનકમ ટેક્સ રિટર્ન અને આવકના બીજા માધ્યોની જાણકારી ભેગી કરી રહી છે. આરોપીઓ સામે નાર્કોટિક્સ વિભાગે આ કાર્યવાહી એનડીપીએસના ચેપ્ટર ૫એ હેઠળ કરી રહી છે. જેમાં આરોપીઓ ઉપર કલમ ૨૭એ લગાવવામાં આવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here