ડ્રગ્સ કેસઃરિયાએ કહ્યું- ડ્રગ્સ લીધા પછી સુશાંત બધા પુરાવા નાશ કરી દેતો હતો

0
23
Share
Share

મુંબઈ,તા.૨૩

રિયા ચક્રવર્તીની નીચલી અદાલતે બે વાર જામીન અરજી નકારી દીધી છે. ત્યારબાદ હવે એક્ટ્રેસે બોમ્બે હાઈ કોર્ટમાં અરજી કરી છે. બુધવારે મુંબઈમાં ભારે વરસાદને કારણે હાઇકોર્ટમાં તેના કેસની સુનાવણી ગુરુવાર સુધી ટળી ગઈ છે. રિયાના વકીલ સતીશ માનશિંદેએ ફાઈલ કરેલી યાચિકામાં એક્ટ્રેસે ત્રણ સેન્ટ્રલ એજન્સીઓ પર ’વિચહંટિન્ગ’નો આરોપ લગાવ્યો છે.

યાચિકામાં એવું પણ કહેવામાં આવ્યું છે કે સેન્ટ્રલ એજન્સી પાસે રિયા વિરુદ્ધ કોઈ પુરાવા નથી. સુશાંત સિંહ રાજપૂતે પોતાની ડ્રગ્સની આદત માટે તેના નજીકના લોકોનો લાભ ઉઠાવ્યો છે. મોટો ખુલાસો એ છે આ યાચિકામાં રિયા ચક્રવર્તી તરફથી પહેલીવાર એવું સ્વીકારવામાં આવ્યું કે તેણે સુશાંત માટે કોઈ કોઈવાર ઓછી માત્રામાં ડ્રગ્સ ખરીદ્યા હતા. એક્ટ્રેસે સુશાંત પર એવો પણ આરોપ લગાવ્યો કે તે ડ્રગ્સ લેવાના કે ખરીદવાના પુરાવાનો નાશ કરી દેતો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here