ડોલવણમાં ૧૧, માંડવીમાં ૧૦ ઈંચ વરસાદ, ઠેર-ઠેર જળબંબાકાર સર્જાયો

0
21
Share
Share

સુરત,તા.૧૮

દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીના પગલે છેલ્લા ૨૪ કલાકમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. જેના કારણે ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જેમાં સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના ડોલવણમાં ૧૧ ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે સુરત જિલ્લાના માંડવીમાં ૧૦ ઈંચ વરસાદ પડ્યો છે. સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સમગ્ર ગુજરાતના ઉપર બની છે. જેથી આગામી બે દિવસ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે સુરત, નવસારી, તાપી, ડાંગ, વાપીમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

આ સાથે ચાર દિવસ વરસાદની આગાહી કરાઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં દક્ષિણ ગુજરાતના તમામ ૩૨ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ડોલવણમાં ૧૧ ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે સુરત જિલ્લાના માંડવીમાં ૧૦ ઈંચ વરસાદ પડ્યો છે. વાલોડ-વ્યારામાં ૭ ઈંચ, વાંસદા-મહુવામાં ૬ ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે વઘઈ, બારડોલી, સોનગઢ અને ગણદેવીમાં ૫ ઈંચ વરસાદ નોંધાયો છે.

૬ તાલુકામાં ૪ ઈંચ વરસાદ, બે તાલુકામાં ૩ ઈંચ, ૪ તાલુકામાં બે ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે અન્ય તાલુકામાં હળવો વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતની તાપી, અંબિકા, પૂર્ણા, મિંઢોળા, ઝાખરી, અંબિકા, ખરેરા, કાવેરી, દમણગંગા, ઔરંગા, સ્વર્ગવાહિની, કોલક, કીમ નદી અને તળાવો, કોતરોમાં નવા નીર આવતા બે કાંઠે વહી રહ્યા છે. જ્યારે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ છે. જેના કારણે અનેક રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here