ડોનાલ્ડ ટ્રમ્પે મોટો ખુલાસો કર્યો હું ત્રણ વર્ષ પહેલાં જ સિરિયાના લીડર અસદને મારી નાંખવા માંગતો હતો

0
19
Share
Share

ન્યૂયોર્ક,તા.૧૬

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો ખુલાસો કર્યો છે. આ ઘટસ્ફોટ સિરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદ વિશે છે. મંગળવારે ટ્રમ્પે કહ્યું હતું કે હું ત્રણ વર્ષ પહેલાં, એટલે કે ૨૦૧૭માં સિરિયાના લીડર બશર અલ-અસદને મારી નાખવા માગતો હતો. આ માટેનો પ્લાન પણ તૈયાર હતો, પરંતુ, જિમ મેટિસ (ત્યારના અમેરિકાના રક્ષામંત્રી)એ મને અસદને ન મારવા માટે અટકાવી દીધો હતો. મંગળવારે અમેરિકાની મધ્યસ્થી પછી ઇઝરાયેલે બહેરીન અને યુએઈ સાથે કૂટનીતિક સંબંધ સ્થાપવા માટેની સમજૂતી કરી હતી. ટ્રમ્પે જેને પોતાની મોટી સફળતા ગણાવી છે.

ટ્રમ્પે ફોક્સ ટીવીના મોર્નિંગ શોમાં આ વાત જણાવી હતી, સાથે જ એમ પણ કહ્યું હતું કે તેઓ ઈચ્છે છે કે સપ્તાહમાં આ પ્રકારનો ઇન્ટરવ્યુ એક વખત તો થવો જ જોઈએ. જોકે પ્રોગ્રામના કો-હોસ્ટ ડુસીએ આ બાબતે કહ્યું હતું કે અમે દર સપ્તાહે પ્રોગ્રામ કરવાનું વચન તો નથી આપી શકતા. જો બાઈડન પણ અમને પોતાની ૪૭ મિનિટ આ પ્રોગ્રામ માટે આપવા માટે તૈયાર હશે તો અમે તેમનું પણ સ્વાગત કરીએ છીએ.

અસદ મામલે ટ્રમ્પે મંગળવારે જે પણ કહ્યું એનો તેમની જૂની કહેલી વાતો સાથે મેળ ખાતો નથી. ખરેખર, ટ્રમ્પે આ પહેલાં કહ્યું હતું- હું ક્યારેય સિરિયન નેતા (ટ્રમ્પ અસદને રાષ્ટ્રપતિ કહેતા નથી)ની પાછળ પડ્યો ન હતો. અસદ પર સિરિયાના હજારો નિર્દોષ લોકોની હત્યા કરવાનો આરોપ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here