ડોક્ટરનું અપહરણ કરી પત્ની પાસે ૧ કરોડની ખંડણી માગી

0
26
Share
Share

તબીબ બીજા દિવસે નગ્ન હાલતમાં મળ્યા
હરિયા ગામના ટેકરી ફળિયામાં ક્લિનિક ચલાવતા ડોક્ટર જનક વૈરાગી નામના તબીબનું મોડીરાત્રે અપહરણ થયું હતું
વલસાડ,તા.૨૫
વલસાડ નજીક આવેલા હરિયા ગામમાં રહેતા એક તબીબનું ગઈ મોડીરાત્રે અપહરણ થયું હતું. અપહરણ બાદ અપહરણકર્તાઓએ ભોગ બનેલા તબીબની પત્નીની પાસે રૂપિયા ૧ કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. જો કે ઘટનાની જાણ થતાં જ વલસાડ જિલ્લાની પોલીસનો કાફલો અપહરણનો ભોગ બનેલા તબીબને છોડાવવા માટે તમામ દિશામાં તપાસ તેજ કરી હતી. ત્યારે ગઈકાલે રાત્રે તબીબની થયેલા અપહરણના ગણતરીના કલાકો બાદ આજે બપોરે ભોગ બનેલા તબીબ વલસાડના જ એક ગામ નજીકથી નગ્ન અવસ્થામાં મળી આવતા ચકચાર મચી ગઇ હતી. તો પોલીસે પણ આ મામલે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. વલસાડ તાલુકાના હરિયા ગામના ટેકરી ફળિયામાં એક નાનું ક્લિનિક ચલાવતા ડોક્ટર જનક વૈરાગી નામના એક તબીબનું ગઈ મોડીરાત્રે અપહરણ થયું હતું. તબીબ બાજુના ગામમાંથી દર્દીની સારવાર કરી અને ઘરે પરત ફરી રહ્યા હતા. એ વખતે જ ભગોદ ગામ નજીક આવેલા વૃદ્ધાશ્રમના પુલ નજીક પહોંચતા એક નંબર વગરની ફ્રન્ટી કારે તબીબને આંતરી અને રોક્યા હતા. અને ત્યાર બાદ તબીબ કઈ સમજે એ પહેલા જ કારમાંથી ત્રણ અજાણ્યા શખ્સોએ તબીબનું અપહરણ કરી તેમના કારમાં બેસાડી ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા. કારમાં બેસાડ્યા બાદ બે અપહરણકરતાઓએ ડોકટરના મોઢા અને આંખ પર પટ્ટી બાંધી હતી. અને તેમના હાથ પગ બાંધી દીધા હતા. જોકે સમયસર ઘરે નહીં પહોંચતા તબીબની પત્નીએ તબીબનો ફોન પર સંપર્ક કરતાં તેના પતિનું અજાણ્યા શખ્સોએ અપહરણ કર્યું હોવાની જાણ થતાં જ પત્નીના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. કારણ કે આરોપીઓએ કહ્યું હતું કે, ’મેં બોલ રહા હું તું સુન અગર તુઝે તેરી પતિ કો છુડાનાના હૈ તો મુઝે એક કરોડ રૂપિયા ચાહીએ મે ઇસકો કીડનેપ કર લિયા હૈ તબીબના અપહરણ બાદ છુટકારા માટે પત્ની પાસે માગી એક કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. આથી ભોગ બનેલ તબીબ નો આખો પરિવાર સમસમી ગયો હતો. તબીબની પત્નીએ પોલીસનો સંપર્ક કરી પોતાના પતિનું અપહરણ થયું હોવાની ફરિયાદ દાખલ કરતા જ વલસાડ પોલીસનો કાફલો અપરણનો ભોગ બનેલ તબીબના છુટકારા માટે તમામ દિશાઓમાં દોડતો થયો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here