ડેવિડ વોર્નરની પત્નીએ સેક્સને લઇ કહ્યું-તે ઇચ્છે તે કરી શકે છે

0
16
Share
Share

દુબઈ,તા.૧૩

ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નરની પત્નીએ પર્સનલ લાઇફને લઇને કર્યો ખુલાસો, કહ્યુ કે સ્ટાર ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નર તેના પરિવારની ખૂબ નજીક છે. તે હંમેશાં તેની પત્ની કેન્ડિસ અને બાળકો સાથે સમય વિતાવતો નજરે ચડે છે સોશિયલ મીડિયા પર ક્રિકેટર ડેવિડ વોર્નર તેના પરિવારની તસવીરો શેર કરતો રહે છે.

લોકડાઉન દરમિયાન પરિવાર સાથે ક્રિકેટરે ફુરસતના સમયે ટિક ટોક વીડિયો બનાવ્યા હતા જે ખુબજ લોકપ્રિય થયા હતા. વોર્નરે પાંચ વર્ષ પહેલાં એપ્રિલમાં કેન્ડિસ સાથે લગ્ન કર્યા હતા. આટલા વર્ષો પછી ડેવિડ વોર્નરની પત્નીએ તેની અંગત જિંદગી અને સેક્સ લાઇફને લઇને ખુલાસો કર્યો હતો.

થોડા સમય પહેલા એક શોમાં ભાગ લેવા ગયેલી કેન્ડિસે કેન્ડી સેક્સ લાઇફને લઇને ખુલીને વાત કરી હતી. કેન્ડિસે કાયલ અને જૈકી ઓના આ શોમાં સેક્સ લાઇફને લઇને એક સવાલ પુછવામાં આવ્યો હતો જેમાં હોસ્ટ જાણવા માંગતા હતા કે ક્રિકેટર પણ ફુટબોલરની જેમ મેચ પહેલા સેક્સથી દુર રહે છે શુ? હોસ્ટે કેન્ડિસને પુછ્યુ કે શું ક્રિકેટરો ફુટબોલરોની જેમ કરે છે કે પછી ક્રિકેટ અલગ છે? આના જવાબમાં કેન્ડિસે કહ્યુ કે તે વ્યક્તિ પર નિર્ભર કરે છે. કેન્ડિસે વોર્નરની નજીક આવવાના સવાલ પર કહ્યુ કે તે ઇચ્છે તે કરી શકે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here