ડેબ્યૂ કર્યા બાદ પ્રથમ વખત કોહલી એક વર્ષ દરમિયાન વન ડેમાં સદી ફટકારી શક્યો નથી

0
22
Share
Share

કેનબરા,તા.૨

ત્રીજી વનડેમાં ભારતે ઓસ્ટ્રેલિયાના જીતવા માટે ૩૦૩ રનોનો વિશાળ ટાર્ગેટ આપ્યો છે. જે મેચ શાનદાર બોલીંગના કારણે ભારતે ૧૩ રન થી જીતી લીધી છે. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી નહોતી રહી. પરંતુ હાર્દિક, કોહલી અને જાડેજાની દમદાર બેટિંગના સહારે ૫ વિકેટ ગુમાવીને ભારતે ૫૦ ઓવરમાં ૩૦૨ રન બનાવ્યા હતા. એક તબક્કે ૧૫૨ રનમાં ૫ વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે મોટો સ્કોર નહીં કરે તેમ લાગતું હતું. પણ હાર્દિક પંડ્યા અને જાડેજાએ બાજી પલટી હતી અને ભારતનો સ્કોર ૩૦૦ રનને પાર પહોંચાડ્યો હતો.

મેચમાં વિરાટ કોહલી ૭૮ બોલમાં ૬૩ રન બનાવી આઉટ થયો હતો. ૨૦૦૮માં ડેબ્યૂ કર્યા બાદ પ્રથમ વખત કોહલી એક વર્ષ દરમિયાન વન ડેમાં સદી ફટકારી શક્યો નથી. જોકે કોરોના વાયરસ મહામારીના કારણે ચાલુ વર્ષે વધારે વન ડે આંતરરાષ્ટ્રીય મેચ પણ રમાઈ નથી. ભારતની ચાલુ વર્ષે આ અંતિમ વન ડે છે.

ચાલુ વર્ષે વિરાટ કોહલીએ ૯ વન ડે મેચ રમી છે. જેમાં પાંચ અડધી સદી ફટકારી શક્યો છે. જેમાંથી તેણે ચાર ઓસ્ટ્રેલિયા સામે અને એક ન્યૂઝીલેન્ડ સામે મારી છે. ચાલુ વર્ષે બે વખત તે સદી લગાવવાથી ચૂકી ગયો હતો. કોહલીએ બે વખત ૮૯ રન બનાવ્યા હતા અને બંને ઈનિંગ ઓસ્ટ્રેલિયા સામે જ રમ્યો હતો. ચાલુ વર્ષે કોહલીએ ૪૭.૮૮ની સરેરાશથી ૪૩૧ રન બનાવ્યા છે. વર્તમાન સીરિઝમાં ત્રણ મેચમાં અનુક્રમે ૨૧ રન, ૮૯ રન અને ૬૩ રન બનાવ્યા છે.

કોહલીએ કયા વર્ષે સૌથી વધારે સદી મારી

૨૦૦૮ઃ વન ડે મેચની પાંચ ઈનિંગમાં એક પણ સદી નહી

૨૦૦૯ઃ વન ડે મેચની આઠ ઈનિંગમાં એક સદી

૨૦૧૦ઃ વન ડે મેચની ૨૪ ઈનિંગમાં ત્રણ સદી

૨૦૧૧ઃ વન ડે મેચની ૩૪ ઈનિંગમાં ચાર સદી

૨૦૧૨ઃ વન ડે મેચની ૧૭ ઈનિંગમાં પાંચ સદી

૨૦૧૩ઃ વન ડે મેચની ૩૦ ઈનિંગમાં ચાર સદી

૨૦૧૪ઃ વન ડે મેચની ૨૦ ઈનિંગમાં ચાર સદી

૨૦૧૫ઃ વન ડે મેચની ૨૦ ઈનિંગમાં બે સદી

૨૦૧૬ઃ વન ડે મેચની ૧૦ ઈનિંગમાં ત્રણ સદી

૨૦૧૭ઃ વન ડે મેચની ૨૬ ઈનિંગમાં છ સદી

૨૦૧૮ઃ વન ડે મેચની ૧૪ ઈનિંગમાં છ સદી

૨૦૧૯ઃ વન ડે મેચની ૨૫ ઈનિંગમાં પાંચ સદી

૨૦૨૦ઃ વન ડે મેચની ૯ ઈનિંગમાં એક પણ સદી નહી

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here