ડેપ્યુટી CM દિનેશ શર્માની તબિયત અચાનક લથડી, આગ્રામાં કરી રહ્યા હતા સમીક્ષા બેઠક

0
34
Share
Share

આગ્રા,તા.૧૦

ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ દિનેશ શર્માની આગ્રામાં એક મીટિંગ દરમિયાન અચાનક તબિયત બગડી, તેમના નાકમાંથી લોહી નિકળવા લાગ્યું. ત્યારબાદ ઉતાવળમાં સ્થાનિક અધિકારીઓએ મેડિકલ ટીમનો બોલાવી અને તેમનો કોરોના તપાસ કરાવવામાં આવી.

તમને જણાવી દઇએ કે સર્કિટ હાઉસમાં કોવિડ ૧૯ બેઠક ચાલી રહી હતી. ડેપ્યુટી સીએમ દિનેશ શર્મા બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે.

ત્યારે અચાનક તેમની તબિયત બગડી ગઇ. ડોક્ટરોની તપાસ બાદ ડેપ્યુટી સીએમ સંપૂર્ણ સ્વસ્થ્ય છે. તબિયત ઠીક થયા બાદ તે મથુરા રવાના થઇ ગયા. અત્રે ઉલ્લેખનીય છે કે ડેપ્યુટી દિનેશ શર્માની તબિયત ખરાબ થતાં પહેલાં મીટિંગમાં હાજર અન્ય લોકોએ તેમના કોરોના સંક્રમિત હોવાની શંકા વ્યક્ત કરી હતી. પરંતુ ડોક્ટરોની તપાસ બાદ હવે બધુ સારું છે, તે સ્વસ્થ્ય છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here