દીવ, તા.૨૦
દીવમાં સ્માટર્ સિટીના પ્રોજેક્ટોનું જેટગતિએ કામ ચાલુ છે. દરમિયાન કલેક્ટર સલોની રાય, પર્યટન સચિવ તપસ્યા રાઘવ, ડેપ્યુટી કલેક્ટર હરમિંદર સિંધ સહિતની ટીમે સ્માટર્ સીટી પ્રોજેક્ટોનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રોજેક્ટોમાં ચક્રતીર્થ, ગંગેશ્વર મંદિર, કિલ્લો અને બ્રિજ સર્કલનો સમાવેશ થાય છે.
દમણમાં રાષ્ટ્રીય કક્ષાનો ક્લા ઉત્સવ ઉજવાશે
દમણ ખાતે રાષ્ટ્રીય કક્ષાનો કલા ઉત્સવ ઉજવાશે. જેમાં જોડાવા માટે દીવની એક ટિમ રવાના થઇ છે. દીવની ટીમમાં શિક્ષિકા કૌશિકા ચૌહાણ, તસ્લીમા શેખ અને ફરહાન ઇકબાલનો સમાવેશ થાય છે.
દીવમાં ધો.૯-૧૧ના છાત્રોની
શાળાઓ શરુ થતા છાત્રો ગેલમાં
દીવમાં ધોરણ ૯ અને ૧૧ ના છાત્રોની શાળાનો પ્રારંભ થતા વિદ્યાર્થીઓમાં ખુશી વ્યાપી હતી. શાળાના પ્રવેશ દ્વારે શાળાના પ્રભારી અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. આ તકે સરકારની કોરોના માર્ગદર્શિકાનું પણ પાલન કરાયું હતું.