ડીસા તાલુકા સંઘમાં કરોડોનું કૌભાંડ, ચેરમેન સહિત ૧૯ બોર્ડ ઓફ ડિરેક્ટરોને નોટિસ

0
31
Share
Share

ડીસા,તા.૧

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકા સંઘમાં તપાસ ચાર કરોડ રૂપિયાની ઉચાપત થઈ હોવાનું સામે આવ્યું છે. આ મામલે જિલ્લા રજિસ્ટ્રારે નોટિસ આપી છે. ડીસા તાલુકા સંઘના તમામ વ્યવસ્થાપક કમિટીને ગેરરીતિ આચરવામાં આવી છે. જેથી સહકારની કલમ ૮૧ મુજબ વહીવટદાર કેમ નિયુક્ત ન કરવા તે માટે તમામ વ્યવસ્થાપક કમિટીના સભ્યોને જિલ્લા રજીસ્ટારે નોટિસ પાઠવી છે. સહકારી ક્ષેત્રમાં કૌભાંડની ઘટનાઓ એક બાદ એક સામે આવી રહી છે. ઊંઝા એપીએમસીના કૌભાંડની તપાસ હજુ પૂરી થઈ નથી ત્યાં ડીસા તાલુકા સંઘની ગેરરીતિ સામે આવી છે. ખેડૂતો અને આગેવાનોની ફરિયાદોના આધારે જિલ્લા રજિસ્ટ્રારને તપાસ હાથ ધરી હતી.

જે તપાસમાં ચોંકાવનારી હકિકતો બહાર આવતા ડીસા તાલુકા સંઘની વ્યવસ્થાપક કમિટીને જિલ્લા રજિસ્ટ્રારે નોટિસ ફટકારી છે. અને વહીવટદાર કેમ નિયુક્ત ન કરવો તે માટેના ખુલાસો માગ્યો છે. તપાસ દરમ્યાન અનેક ગેરીનીતિઓ સામે આવી હતી. જેમાં જણાયું કે ભરતી પ્રક્રિયામાં પારદર્શકતા નથી. ચેરમેને ભાડાની રકમ ૧.૪૮ લાખ મનસ્વી રીતે ચૂકવી હતી. રોજબરોજની સિલકી કરતા બેંકમાં વધુ રકમ જમા કરાવી. સ્ટોકની ભૌતિક ચકાસણી સમયાંતરે ન થતાં બેદરકારી દાખવી. ૪૦ લાખનો સ્ટોક બગડી ગયેલો બતાવી માંડવાળ કરી હતી. રૂપિયા ૨ કરોડનો સ્ટોક છે. પણ હાજર સ્ટોક નથી. જે મંડળીઓને ઉધાર આપવામાં આવ્યા તે મંડળી લાયસન્સ ધરાવતી નથી.

વધુ સિલક હાથ પર રાખી હતી. સંઘે બનાવેલા શોપિંગમાં ચેરમેને ભ્રષ્ટાચાર આચર્યો હતો. ૪૦૦ બોરી મગફળી ગોડાઉન સુધી પહોંચી નથી. હવે જિલ્લા રજીસ્ટ્રારે ચેરમેન સહિત ૧૯ બોર્ડ ઓફ ડિરેક્ટરોને નોટિસ પાઠવી ૬ ઓક્ટોબરે હાજર રહેવા આદેશ કર્યો છે. સાથે કલમ ૮૧ મુજબ બોર્ડ ઓફ ડિરેકટરોની બેદરકારી અને નિષ્કાળજી બદલ બોર્ડની સત્તાઓ દૂર કરી વહીવટદાર નિમવા કાર્યવાહી હાથ ધરાઈ છે. સંઘમાં ગેરરીતિઓ બાબતે અનેક વખત ખેડૂતો અને સંઘના ડિરેક્ટરોએ પણ રજૂઆત કરી હતી. ત્યારે સંસ્થા સાથે ગેરીનીતિઓ કરનાર સામે કડક કાર્યવાહીની ખેડૂતોએ માગ કરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here