ડીસા ખાતે સુખદેવ સેવા સંસ્થાનના નવા કાર્યાલયનું કરાયું ઉદઘાટન

0
24
Share
Share

ગિરગઢડા તા ૨૭

છેલ્લા ઘણા વર્ષોથી ડીસા-બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં ધર્મસેવા,ગૌસેવા,માનવસેવાથી કાર્યરત સુખદેવ સેવા સંસ્થાનના નવીન કાર્યાલયનું ડીસા ખાતે જાણીતા સાહિત્યકાર કનુભાઈ આચાર્યના વરદહસ્તે દીપપ્રાગટય કરી શુભ ઉદઘાટન કરવામાં આવ્યું હતું.સંસ્થાના સંસ્થાપક પૂજ્ય સત્યનારાયણજી મહારાજ,જાણીતા ગૌભકત કથાકાર પ્રવિણભાઈ ભગતે ખાસ આશીર્વાદ પાઠવ્યા હતા.ઉદઘાટક કનુભાઈ આચાર્ય, શિક્ષણ જગતના અશોકભાઈ દવે,નાથાભાઈ ખત્રી,મુખ્ય માર્ગદર્શક ભગવાનભાઈ બંધુ સહિત સૌએ  પોતપોતાનાં વકતવ્યો થકી શુભેચ્છા પાઠવી હતી.સુખદેવ જ્યોતિષ વાસ્તુ સંસ્થાન પણ આ કાર્યાલયમાં જ કાર્યરત રહેશે.સંસ્થાના મુખ્ય સંચાલક અને વહીવટકર્તા જાણીતા જ્યોતિષાચાર્ય તેમજ કથાકાર યશવંતશાસ્ત્રીજી મહારાજે સૌને મીઠો આવકાર આપી સંસ્થાની સેવાકીય પ્રવૃતિઓની માહિતી આપી હતી. આ દિવ્ય અવસરે જાણીતા કથાકાર કિશોર શાસ્ત્રીજી મહારાજ, આનંદભાઈ પી.ઠકકર,  બળદેવભાઈ રાયકા, ચંદુભાઈ એટીડી,ઈશ્વરભાઈ રાવળ,રામબાણ આયુર્વેદના કાંતિભાઈ માળી, જગદીશભાઈ પંડયા, પીન્કેશભાઈ સોની,મહેશભાઈ ઉદેચા,અશોકભાઈ ચાવડા,મહેશભાઈ મનવર,પાંચાજી રાજપૂત,દિનેશભાઈ મોદી સહિત અનેક શુભેચ્છકોએ સરકારી ગાઈડલાઈન મુજબ માસ્ક પહેરીને ખાસ હાજરી આપી શુભકામના પાઠવી હતી. કોરોના મહામારીને લીધે રામબાણ આયુર્વેદિક ઔષધ ભંડારના માધ્યમથી તંદુરસ્તીવર્ધક ઉકાળાની અતિ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.દશેરાથી દિવાળી સુધી આ ઉદઘાટનવિધિ ચાલુ રહેશે જેથી શુભેચ્છકો વારાફરતી કાર્યાલયની મુલાકાત લઈ શકે.સમગ્ર બનાસકાંઠા પંથકમાં સેવાકાર્યોથી મીઠીમધુરી સુવાસ ધરાવતી આ સંસ્થાનું વિધિવત નિયમિત કાર્યાલય શરુ થતાં અનેક શુભેચ્છકોએ રાજીપો વ્યકત કર્યો હતો અને પૂજ્ય યશવંતશાસ્ત્રીજી મહારાજે પણ સૌ પ્રત્યે લૄણસ્વિકારની લાગણી વ્યકત કરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here