ડીસા,તા.૯
બનાસકાંઠાના ડીસામાં પાલિકાની ચૂંટણી પહેલા ૩૦૦ યુવા કાર્યકરો ભાજપમાં પ્રવેશ કર્યો છે.ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાની આગેવાનીમાં કાર્યકરો ભાજપનો ભગવો ખેસ ધારણ કર્યો છે.બનાસકાંઠા માં ડીસા,પાલનપુર અને ભાભર પાલિકા ની ટર્મ પૂર્ણ થતાં હાલ વહીવટદાર શાસન ચાલી રહ્યું છે અને ટુક સમય માં ચૂંટણી જાહેર થનાર છે ત્યારે ભાજપ પોતાની સત્તા હાંસલ કરવા અત્યારથી તનતોડ મહેનત શરૂ કરી છે અને વોર્ડ વાઇસ વોર્ડમાં પ્રભાવ ધરાવતા મહિલા પુરુષો ને ભાજપ માં લાવવા પ્રયત્ન હાથ ધર્યા છે, તો ક્યાંક પાંચ વર્ષમાં થયેલ.
વિકાસ ના કામો જોઈને પણ નગરજનો ભગવો ખેસ ધારણ કરી રહ્યા છે ત્યારે ડીસા માં ભાજપ શાસિત પાલિકા સમય થયેલ વિકાસ જોઈને આપ પાર્ટીના કાર્યકરો સહિત ૩૦૦ યુવાનો ડીસા ના ધારાસભ્ય શશીકાંત પંડ્યા ની હાજરીમાં ભાજપ માં જોડાયા હતા. યુવાનો એ કહ્યું છે કે ધારાસભ્ય શશીકાંત પંડ્યાની આગેવાની હેઠળ ડીસા પાલિકામાં વિકાસ ના થયેલ કામો જોઈને ભાજપ માં જોડાયા છીએ અને ફરી ભાજપ ની સત્તા આવે જે માટે અમે મહેનત કરીશું.
બનાસકાંઠા માં જેમજેમ ચૂંટણી નજીક આવશે તેમ પક્ષ પલટા શરૂ થઈ જશે પ્રથમ ચૂંટણી ટાણે ડીસા શરૂઆત થઈ છે અને આગામી ચૂંટણી નજીક આવતા હજુ પણ વધુ કાર્યકરો અને હોદેદારો બળવા સહિત પક્ષ પલટા કરતા જોવા મળશે.