ડીસાની કલાકાર દીકરી કીંજલ નાયકનું કલા સૃષ્ટિ ફાઉન્ડેશન દ્વારા કરાયેલ સન્માન

0
7
Share
Share

ગિરગઢડા તા ૩૦

એક સામાન્ય પરિવારમાંથી સ્વબળે આગળ આવેલી ડીસાની કલાકાર દીકરી કુમારી કીંજલ દિનેશભાઈ નાયકનું તાજેતરમાં કાંટ રોડ સ્થિત તેના નિવાસસ્થાન ગોવર્ધન પાર્ક ખાતે કલા સૃષ્ટિ ફાઉન્ડેશન, યંગ બોયઝ ગ્રુપ, બનાસ સાહિત્ય કલા સંઘ અને વિશ્વ હિંદુ પરિષદના પ્રતિનિધિઓ દ્વારા ‘‘દીકરી દેવો ભવ‘‘ મોમેન્ટો, સાલ,પુસ્તક, ફૂલછડીથી સન્માન કરાયું હતું.

વાળ પરોવવાની અદ્ભૂત કલા ધરાવતી કીંજલ નાયક અગાઉ લીમ્કા રેકોર્ડ  બુકમાં સ્થાન પામી ચૂકી છે. બી.એસ.સી.નર્સિંગનો અભ્યાસ ધરાવતી કીંજલ હાલ આસેડા પી.એચ.સી.ના ઢૂવા સબ સેન્ટરમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે ઉમદા સેવા બજાવે છે. કોરોના મહામારી દરમિયાન પણ તેણે ઉતમ સેવા કરી છે તે બદલ ચંદુભાઈ એટીડી દ્વારા  તૈયાર કરાયેલ ‘‘દીકરી દેવો ભવ‘‘મોમેન્ટોથી સન્માન કરી નાથાલાલ ખત્રી દ્વારા લખાયેલ ‘‘મારું જીવન નૃત્ય આનંદ‘‘ પુસ્તક ભેટ આપવામાં આવ્યું હતું.

આ દિવ્ય અવસરે કલા,સાંસ્કૃતિક અને  સાહિત્ય જગતના સર્વ કનુભાઈ આચાર્ય, ભગવાનભાઈ બંધુ,નાથાલાલ ખત્રી,ચંદુભાઈ એટીડી,દિનેશભાઈ પુરોહિત, જયેશભાઈ દેસાઈ, ,ઈશ્વરભાઈ રાવળ,જયેશભાઈ સિસોદીયા, મહેશભાઈ મનવર સહિત સૌ કોઈએ ખાસ ઉપસ્થિત રહી કીંજલ નાયકનું સાલ ઓઢાડી વિશેષ સન્માન કર્યું હતું..   આ પ્રેરણાદાયી અવસરે કીંજલના પિતા દિનેશભાઈ નાયક,માતા નિર્મલાબેન સહિત પરિવારના સૌ સભ્યોએ અતિશય રાજીપો વ્યક્ત કરી સૌ પ્રત્યે આભારની લાગણી પ્રગટ કરી હતી.. સંકટ અને સંઘર્ષભરી જીંદગીમાં પણ સહનશીલતા, સંસ્કાર,મહેનત અને સમજદારીથી કેવી રીતે આગળ વધી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ કીંજલ નાયકે પુરું પાડયું છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here