ડીવાયએસપીના નામે ફોન કરી બિલ્ડર પાસેથી મોબાઇલ પડાવનાર શખ્સ ઝડપાયો

0
36
Share
Share

સુરત,તા.૧૧

ડીવાયએસપીના નામે એક શખ્સે કોલ કરી બિલ્ડર પાસેથી ૨૬ હજારનો મોબાઈલ પડાવી લેવામાં આવ્યો હતો. આ અંગે આપેલ ચેક પણ રિટર્ન થતાં બિલ્ડરને શંકા ગઇ હતી અને આ અંગેની જાણ પોલીસને કરતા તપાસ દરમિયાન સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો. રાંદેર પોલીસે ઠગબાજ સહિત બે આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી. જે પૈકી એક બિલ વગર મોબાઈલની ખરીદી કરનાર શખ્સનો સમાવેશ થાય છે.

રાંદેર પોલીસના જણાવ્યા પ્રમાણે, સુરતના એક બિલ્ડરને ડીવાયએસપી બીએમ પઠાનના નામે એક કોલ આવ્યો હતો. પોતાના પુત્રને મોબાઈલની જરૂરિયાત હોય રૂપિયા ૨૬ હજારનો મોબાઈલ બિલ્ડર પાસેથી પડાવી લેવામાં આવ્યો હતો. જો કે, બિલ્ડરને આપેલો ચેક રિટર્ન થતા શંકા ગઈ હતી. સુરતના બિલ્ડર દ્વારા આ અંગે રાંદેર પોલીસનો સંપર્ક કરી સમગ્ર ઘટનાની જાણ કરી હતી. જે અંગે પોલીસે તપાસ કરતાં ઠગબાઝ અસલમ ઉર્ફે બાદશાહ નામના શખ્સનો ભાંડો ફૂટી ગયો હતો.

પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે, તેણે જાતે બિલ્ડરને કોલ કરી ડીવાયએસપીબી.એમ પઠાણની ખોટી ઓળખ આપી હતી. જ્યાં બિલ્ડર પાસેથી મેળવેલ મોબાઈલ પણ જનતા માર્કેટમાં મોબાઈલનો વેપાર કરતા મોહમ્મદ સલમાન હનીફ કાપડિયાને વેચી માર્યો હતો. મોબાઈલનું બિલ ન હોવા છતાં વેપારી મહમદ સલમાન હનીફ કાપડિયાએ રૂપિયા ૨૬ હજારના મોબાઈલના રૂપિયા ૨૦૦૦૦ આરોપીને ચૂકવ્યા હતા. જ્યાં રાંદેર પોલીસે આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કર્યા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here