ડીપીએસ ઇસ્ટ સ્કૂલની માન્યતા રદ્દ થતા વાલીઓ ચિંતામાં મૂકાયા

0
10
Share
Share

અમદાવાદ,તા.૧૨

ડીપીએસઈસ્ટ સ્કૂલની માન્યતા રદ થતા વાલીઓ ચિંતામાં મુકાયા છે. ડીપીએસઈસ્ટ સ્કૂલની માન્યતા રદ થયા બાદ તમામ બાળકોને ડીપીએસ બોપલમાં જ પ્રવેશ આપવામાં આવે તેવી વાલીઓએ સ્પષ્ટ માંગ કરી હતી. જેને લઇને ડીપીએસ ઈસ્ટના વાલીઓનું પ્રતિનિધિ મંડળડીપીએસ બોપલ ખાતે રજુઆત કરવા પહોંચ્યું હતું. જ્યાં પ્રતિનિધિ મંડળે જણાવ્યું હતુ કે, જો પ્રવેશ નહીં મળે તો ડીપીએસ ઈસ્ટના સંચાલક પૂજા શ્રોફ સામે હાઇકોર્ટમાં અરજી કરશે.

ડીપીએસઈસ્ટ સ્કૂલની માન્યતા રદ થતા વાલીઓ ચિંતામાં મુકાયા છે. ત્યારે ડીપીએસઈસ્ટના વાલીઓનું પ્રતિનિધિ મંડળ ડીપીએસ બોપલ ખાતે રજુઆત કરવા પહોંચ્યું હતું. જ્યાં તેમણે ડીપીએસ ઈસ્ટ સ્કૂલની માન્યતા રદ થતા ડીપીએસ ઈસ્ટ અને ડીપીએસબોપલ બંને સ્કૂલના સંચાલક પૂજા શ્રોફ હોવાથી તમામ બાળકોને ડીપીએસ બોપલમાં જ પ્રવેશ આપવામાં આવે તેવી સ્પષ્ટ માંગ કરી હતી.

આ ઉપરાંત પ્રતિનિધિ મંડળે જણાવ્યું હતું કે, જો વિદ્યાર્થીઓને ડ્ઢઁજી બોપલમાં પ્રવેશ નહીં આપવામાં આવે તો વાલીઓ સ્કૂલના સંચાલક પૂજા શ્રોફ વિરુદ્ધ હાઇકોર્ટમાં અરજી કરશે. જો કે નિત્યાનંદકાંડ બાદથી તપાસ સમયે સ્કૂલ દ્વારા ખોટી NOC રજૂ કરાયા હોવાની વાત સામે આવી હતી એ સમયે DEO દ્વારા વાલીઓ પોતાના બાળકો અન્ય સ્કૂલમાં ખસેડી અને તે માટે એડમિશન અપાવવાની પણ બાંહેધરી અપાઈ હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here