ડિટોક્સ ડાઇટ આદર્શ પુરવાર થાય છે

0
24
Share
Share

ઝેરી તત્વોને શરીરની બહાર કાઢી વધુ એનર્જી ઉપલબ્ધ કરાવે છે…

જંક ફુડના કારણે શરીરમાં ફેટ વધે છે અને ઝેરી તત્વોનુ પ્રમાણ સતત વધે છે જે અનેક બિમારીને સીધી રીતે આમંત્રણ આપી દે છે

હાલના દિવસોમાં લોકોમાં જંક ફુડને લઇને લોકોનો ક્રેઝ સતત વધી રહ્યો છે. જેના કારણે શરીરમાં ફેટ ઉપરાંત ઝેરી તત્વોનુ પ્રમાણ સતત વધી રહ્યુ છે. આવી સ્થિતીમાં આ પ્રકારના તત્વો શરીરની બહાર નિકળે તે જરૂરી છે. ઝેરી તત્વો શરીરની બહાર નિકળી જવાની સ્થિતીમાં બોડી વધારે સારી રીતે કામ કરે છે. બોડીને ડિટોક્સ એટલે કે ઝેરી તત્વોને બહાર કાઢવા માટે ડિટોક્સ ડાઇટને ફોલો કરવાની જરૂર હોય છે. આના કારણે વધારે ફિટ અને સ્લીમ રહી શકાય છે. ઝેરી તત્વોને બહાર કાઢીને શરીરને મજબુત અને સ્વસ્થ રાખવામાં ડિટોક્સ ડ્રિન્કસની ચાવીરૂપ ભૂમિકા હોય છે. કેટલાક પ્રકારના ફળ અને શાકભાજીને મળીને અલગ અલગ પ્રકારના ડિટોક્સ વોટર તૈયાર કરવામાં આવે છે. ડિટોક્સ ડ્રિન્ક તૈયાર કરવામાટે તમે પોતાની પસંદના કોઇ પણ ફળની પસંદગી કરી શકો છો. આ પ્રકારના ડ્રિન્કસ ફેટ ફ્રી હોય છે. તેમાં કૈલોરી પણ ખુબ ઓછા પ્રમાણમાં હોય છે. તેમાં ફાઇબર વધારે પ્રમાણમાં હોય છે. જે શરીરને ડિટોક્સ કરવામાં મદદરૂપ બને છે. કેટલાક ખાસ પ્રકારના કોમ્બિનેશનથી ડિટોક્સ વોટર તૈયાર કરવામાં આવે છે. જે કોમ્બિનેશન સાથે ડિટોક્સ વોટર તૈયાર કરવામાં આવે છે તેમાં વોટરમેલનની પસંદગી કરીને તેમાં સ્ટ્રાબેરી, મિન્ટવોટર, લાઇમ વોટર હનીનો સમાવેશ થાય છે. ખીરાની પસંદગી કરવામાં આવે તો તેમાં લાઇમ, મિન્ટ વોટર, સફરજન, દાલ ખાંડ, લાઇમ વોટર કીવી, સ્ટ્રોબેરી અને મિન્ટ વોટરનો સમાવેશ થાય છે. ડિટોક્સ વોટર શરીરને અંદરથી ડિટોક્સિફાઇ કરે છે. એટલે કે શરીરની અંદરથી ઝેરી તત્વોને બહાર કાઢે છે. જેના કારણે શરીર તરોતાજા અને એનર્જીથી ભરપુર રહે છે. આને પીવાથી ડાઇજેસ્ટિવ સિસ્ટમ ક્લીન રહે છે. આના કારણે ગેસ, અપચો અને અન્ય પેટની તકલીફ પણ દુર થાય છે. આના કારણે વજન ઘટાડી દેવામાં પણ મદદ મળે છે. નિયમિત રીતે ડિટોક્સ વોટર પીવાથી ત્વચામાં ચમક આવે છે. સાથે સાથે સ્કીનથી દાગ, જુદા જુદા પ્રકારના કાળા નિશાન પણ દુર થાય છે. સાથે સાથે સ્કીનને લગતી અન્ય તમામ સમસ્યા દુર કરે છે. તે શરીરની રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો કરે છે. જેથી શરીરની જુદા જુદા રોગ સાથે લડવાની તાકાત વધી જાય છે. ઉપરાંત જુદા જુદા પ્રકારના ઇન્ફેક્શન અને એલર્જીથી પણ બચી શકાય છે. ડિટોક્સ  વોટરને ઘરમાં સરળતાથી બનાવી શકાય છે.ડિટોક્સ વોટર બનાવવા માટે સરળ  રીત રહેલી છે. જેના ભાગરૂપે જે ફળ અથવા તો શાકભાજીના કોમ્બિનેશનની સાથે બનાવવાની ઇચ્છા છે તેના પાતલા સ્લાઇસ કાપીને બોટલમાં મુકી દેવાની જરૂર હોય છે. ત્યારબાદ તેના પર પાણી ભરી દેવાની જરૂર હોય છે. આને આ રીતે જ ૬-૭ કલાક સુધી રાખી દેવામાં આવે તે જરૂરી છે. આવુ કરવાથી તેના તમામ પોષક તત્વો નિકળીને પાણીમાં મળી જાય છે. આ પાણીને પીવાથી ડિટોક્સિફિકેશનની સાથે જરૂરી પૌષક તત્વોની પુર્તિ થાય છે. તાજેતરમાં જ કરવામાં આવેલા એક ખૂબ જ રસપ્રદ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મહિલાઓ તેમના ડાઈટ અંગે એક વર્ષમાં ૫૦૦ વખત ખોટી વાત કરે છે.

આ અભ્યાસમાં જાણવા મળ્યું કે મહિલાઓ તેમની ખાવાપીવાની ટેવના મામલે હંમેશા અન્ય લોકો સમક્ષ ખોટા નિવેદન કરે છે અને ડાઇટ અંગે વાસ્તવિક વાત કરતી નથી. એક વર્ષમાં સરેરાશ ૫૦૦ વખત મહિલાઓ ખોટું બોલે છે તેવા અભ્યાસ સાથે કેટલાક લોકો સહેમત પણ નથી પરંતુ આ અભ્યાસના ભાગરૂપે ઘણી મહિલાઓને આવરી લેવામાં આવી હતી. બ્રિટનના અખબારે અભ્યાસના તારણો આપતા જણાવ્યું છે કે મહિલાઓ ખોટા નિવેદન કરવામાં હોશિયાર રહે છે. નવ પૈકીની એક મહિલા સરેરાશ ખોટું નિવેદન કરે છે. લંચ, ડિનરમાં ડાઈટના સંબંધમાં મહિલાઓ ખૂબ ઓછા કેસમાં સાચું નિવેદન કરે છે. કેટલીક મહિલાઓ ડાઈટ અંગે ખોટી માહિતી આપતાં એમ કહ્યાં કરે છે કે તે ડાઈટને લઈને ખૂબ સાવધાન છે અને સ્થૂળતા વધી જાય તેવી ચીજવસ્તુઓ ખાવામાં ઉપયોગ કરતી નથી પરંતુ આ બાબત યોગ્ય દેખાઈ રહી નથી. કેટલીક મહિલાઓ દિવસમાં ફ્રૂટ અને વેજીટેબલ ખાવામાં ઉપયોગ કરતી હોવાની વાત કરે છે પરંતુ હકીકતમાં આવું પણ હોતુ નથી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here