ડાયનેમો મોસ્કોના ત્રણ ખેલાડીઓ કોરોના સંક્રમિત થતા રદ થઇ મેચ

0
16
Share
Share

નવી દિલ્હી,તા.૨૨

રશિયન સોકર લીગની મંજૂરીથી શરૂ થયેલી ફૂટબોલ લીગમાં ડાયનેમો મોસ્કોના ત્રણ ખેલાડીના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં આ સપ્તાહમાં રમાનારી તમામ મેચ સ્થગિત કરી દેવાઈ છે. ડાયનેમોએ જાહેર કર્યું હતું કે ત્રણ ખેલાડી ફોરવર્ડ ક્લિન્ટન એનજી, મિડફિલ્ડર ચાર્લ્સ કાબોરે અને સેબેસ્ટિયન સિઝમાનસ્કીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આ સાથે ટીમના અન્ય ખેલાડીઓ અને સ્ટાફઉ ટ્રેનિંગ કેમ્પમાં જ છે.

ક્લબે જણાવ્યું હતું કે અગાઉ શનિવારે તમામના સેમ્પલ લેવાયા હતા પરંતુ તેમાં બાકીના ખેલાડીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. રવિવારે ડાયનેમો અને એફસી ક્રાસનોડર વચ્ચે મેચ રમાનારી હતી પરંતુ આ મેચ રવિવારે જ અટકાવી દેવાની મંજૂરી આપવામાં આવી હતી. હવે આ મેચ માટે રશિયન ફૂટબોલ ફેડરેશને ૧૯મી જુલાઈની તારીખ આપી છે.

ત્રણ મહિના સુધી ફૂટબોલ સ્થગિત હતું અને તેનું પુનરાગમન થયું તે સાથે જ બીજી જ મેચમાં ખેલાડીઓ કોરોનાગ્રસ્ત થઈ જતાં ફરીથી લીગ અટકાવી દેવાઈ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here