ડાંગ હવે ગ્રીન ટીના કારણે બન્યું વધુ આત્મનિર્ભર

0
21
Share
Share

ડાંગ,તા.૧૩
આદિવાસી જિલ્લા તરીકેની ઓળખ ધરાવતા ડાંગને હવે નવી ઓળખ મળી છે. આમ તો અહી આદિવાસી પ્રજા પશુપાલન સાથે ખેતી કરી ગુજરાન ચલાવે છે. પરંતુ ઘર કામની સાથે મહિલાઓ રોજગાર મેળવી આત્મનિર્ભર બની છે. ત્યારે આ મહિલાઓ કેવી રીતે આત્મનિર્ભર બની તેના માટે જોઈએ અમારો વિશેષ અહેવાલ.
કુદરતી સૌદર્ય અને હરિયાળીના કારણે જાણીતુ ડાંગ હવે ગ્રીન ટીના કારણે વધારે ખ્યાતનામ થવા જઈ રહ્યુ છે. કેમ કે, ડાંગના બરડાપાણી ગામમાં મહિલાઓ ડાંગી ગ્રીન ટી બનાવી રહી છે. આટલું જ નહી મહિલાઓ ગ્રીન ટીનું વાવેતર કરે છે. અને તેને પેકિંગ કરી વેચે પણ છે. ગામની મહિલાઓ લીલી ચાની ખેતી કરી તેને સુકવે છે અને બાદમાં તેને રાજ્યના અલગ-અલગ શહેરમાં મોકલે છે.
ગ્રીન ટીના વેચાણથી જે નફો થાય તેને સરખા ભાગે વેચી પણ લેવામાં આવે છે. ગ્રીન-ટીનો વ્યવસાય શરૂ કરવા આઠથી નવ મહિના જેટલો સમય લાગે છે. બાદમાં ગ્રીન ટી બનાવવાનું કામ શરૂ કરવામાં આવે છે. ગામની મહિલાઓ જૂથ બનાવી રોજગારી મેળવે છે. ત્યારે આદિવાસી પંથકની મહિલા આત્મનિર્ભર બની સમાજ માટે શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડી રહી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here