ડાંગ વિધાનસભાની બેઠક કબ્જે કરવા ભાજપનું એડીચોટીનું જોર

0
16
Share
Share

સાપુતારા,તા.૧૬

ડાંગ જિલ્લામાં ૧૭૩ વિધાનસભાની ખાલી પડેલ બેઠક પર વિજય મેળવવા ભાજપ મોવડીમંડળ દ્વારા એડીચોંટીનું જોર લગાડી રહ્યા છે. ચૂંટણી ઇન્ચાર્જ પૂર્ણેશ મોદી અને સંગઠન વિસ્તારક અશોકભાઈ ધોરજીયાના અધ્યક્ષ સ્થાને જિલ્લાભરમાં કાર્યકર્તાઓની બેઠક યોજી સમીક્ષાઓ કરવામાં આવી રહી છે. જેમાં બન્ને કદાવર નેતાઓની વડપણ હેઠળ કાર્યકર્તાઓમાં જુસ્સો વધી રહ્યો છે.

મળતી માહિતી મુજબ ૧૭૩ ડાંગ વિધાનસભા પેટા ચૂંટણીના પડઘમ વચ્ચે ભાજપ બેઠક કબજે કરવા કોઈ કસર છોડવા માંગતું નથી. ચૂંટણીના પડઘમ વચ્ચે છેલ્લા એક મહિનાથી પીઢ કાર્યકરો ,પદાધિકારીઓ,સહિત આગેવાનો સાથે બુથ લેવલે બેઠકો યોજી ચૂંટણીમાં રહી જતી કમીઓ, ત્રુટીઓ, કે પાર્ટીમાં જૂથવાદ અંગે છણાવટ કરવામાં આવી હતી. જિલ્લા મથક આહવા ખાતે જીલ્લા પંચાયત બેઠક ૧ની  બેઠક યોજાઇ હતી. જેમાં ઇન્ચાર્જ પૂર્ણેશ મોદી, અશોકભાઈ ધોરજીયા, ભાજપ માજી પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, દિલીપભાઈ ચૌધરી, યુવા મોરચા પ્રમુખ સંજયભાઈ પાટીલ, સરપંચ હરિરામભાઈ સાવંત,આઇટી સેલ ગીરીશભાઇ મોદી સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here