ડાંગ જિલ્લામાં અંતરિયાળ ગામોને જોડતા નવા રસ્તાઓ અને ૮ મોબાઈલ ટાવરોની ભેટ

0
24
Share
Share

ડાંગ,તા.૧૭

ડાંગ જિલ્લાના વિકાસ માટે, આદિવાસી સમાજની વિવિધ પાયાની સુવિધાઓ માટે જે વિકાસકામો મંજૂર કરવામાં આવ્યા છે, તેનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ આદિજાતિ વિકાસમંત્રી ગણપત વસાવા દ્વારા કરવામાં આવ્યું છે. લગભગ ૧૨ કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ વિકાસકામોના ભૂમિપુજન અને લોકાર્પણ કરવામાં આવ્યા છે. સાથે જ જિલ્લામાં ૧૧ જેટલા મોબાઈલ ટાવરો ઉભા કરવામાં આવશે તેમ ગણપત વસાવાએ જણાવ્યું છે.૧૧ ટાવર શરૂ કરવા ૮ કરોડની ફાળવણી કરવામાં આવીતેમણે વધુમાં જણાવ્યું હતું કે, સાથેસાથે ડાંગ જિલ્લોએ ૧૦૦ ટકા આદિવાસી જિલ્લો છે. પહાડો અને જંગલોથી ઘેરાયેલો જિલ્લો છે.

ત્યારે તમામ આદિવાસી સમાજની લાગણી હતી કે જિલ્લામાં મોબાઈલ કનેક્ટિવિટી વધારવામાં આવે. એ માટે ૧૧ જેટલા મોબાઈલ ટાવરો જે જિલ્લામાં ખૂટતા હતા, તે પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેબિનેટમાં નિર્ણય કરીને એ ૧૧ ટાવર શરૂ કરવા માટે આદિજાતિ વિભાગ તરફથી ૮ કરોડ રૂપિયા ફાળવણી કરવામાં આવી છે. આવનારા ટૂંક જ સમયમાં સમગ્ર ડાંગ જિલ્લાની અંદર મોબાઈલ ટાવર ઉભા કરવામાં આવશે. છેક છેવાડાના ગામ સુધી મોબાઈલ ટાવરના કવરેજ એરિયાથી કવર કરવાના પૂરતા પ્રયત્નો કરીશું.

જિલ્લામાં ઠેર-ઠેર સ્વાગત કરાયુંડાંગ માટે કરોડો રૂપિયાના વિકાસ કામો લઈને આવેલા કેબિનેટ મંત્રીનું ડાંગ જિલ્લામાં ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આઝાદીના આટલા વર્ષો બાદ પણ ડાંગ જિલ્લાની ગણતરી હજુ પછાત જિલ્લામાં કરવામાં આવતી હતી જોકે વર્ષ ૨૦૨૧ એ ડાંગ જિલ્લા માટે ખરેખર વિકાસની ભાષામાં આઝાદીનું વર્ષ કહી શકશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here