ડાંગમાં રાજકારણીના સગીર પુત્રે તરુણીને ગર્ભવતી બનાવી તરછોડતા નોંધાઈ ફરિયાદ

0
27
Share
Share

ડાંગ,તા.૨

ડાંગ જિલ્લાના આહવા વિસ્તારના એક રાજકારણીના સગીર પુત્રે ધોરણ ૯માં ભણતી તરુણીને લગ્ન કરવાનો વાયદો કરી તેણીને ગર્ભવતી બનાવી હતી. બાદમાં ગર્ભપાત કરાવી દઈ તેણીને તરછોડી દેતાં તરુણીએ યુવાન અને તેની માતા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી છે. તરુણીને બે વર્ષ અગાઉ તેના નજીકના ગામમાં રહેતાં સગીર યુવક સાથે લગ્નપ્રસંગમાં મુલાકાત થઈ હતી. જે બાદ તેણી સ્કૂલમાં તેના ગામથી બીજા ગામ જતી હતી ત્યારે સગીર યુવાને તે સારા ઘરનો અને સારી નોકરીકરે છે અને તેને પ્રેમ કરે છે તેમજ તેની સાથેલ લગ્ન કરવા માગે છે એવી લાલચ આપીને તેણીનો વિશ્વાસ કેળવ્યો હતો.

બાદમાં આ સગીર યુવકે તેણીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હતું. તેણી સુરતમાં નર્સિંગનો કોર્સ કરવા જતી ત્યારે પણ યુવકે અવારનવાર તેને મળવા સુરત જતો હતો. તરુણી એક દિવસ ઘરે આવવા નીકળી હતી ત્યારે તેને લેવા ગયો હતો. ત્યાંથી તરૂણીને વાંસદા લઈ આવ્યો હતો. યુવાને બાઈક બગડી ગઈ હોવાનું જણાવી ગેસ્ટહાઉસમાં રોકાઈ જવા જણાવ્યું હતું. તરુણીએ ના પાડતાં યુવાને તેને વિશ્વાસમાં લઈ હું તને પ્રેમ કરું છું.

તારી સાથે કોઈ અણબનાવ નહીં બને તેમ કહ્યું હતું. ગેસ્ટહાઉસમાં યુવાને કેફી પીણું પીવડાવી નિવર્સ્ત્ર કરીને તેના ફોટા પાડી લીધા હતા. બાદમાં આ ફોટા સોશિયલ મીડિયામાં મુકવાની ધમકી આપીને વારંવાર શરીરસુખ માણ્યું હતું. જે દરમિયાન તરુણી ગર્ભવતી થઈ ગઈ હતી. પણ તેની જાણ બહાર જ સગીરે ગર્ભપાતની દવા પીવડાવી દઈ ગર્ભપાત કરાવી દીધો હતો. તરુણીને આ અંગે જાણ થતાં તે યુવકના સગીરના ઘરે જતાં સગીર અને તેની માતાએ કિશોરીને તમાચો મારી દીધો હતો અને તેનો વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here