ડાંગમાં કોંગ્રેસના ઉમેદવારે ખોટું સોંગદનામું રજૂ કરી હોવાની ઉઠી ફરિયાદ

0
8
Share
Share

ડાંગ,તા.૧૭

ડાંગ જિલ્લામાં કોંગ્રેસના ઉમેદવારે ખોટું સોંગદનામું રજૂ કર્યું હોવાની ભાજપે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. કોંગ્રેસી ઉમેદવાર અને ડમી ઉમેદવારની ઉમેદવારી રદ કરવા લેખિત રજૂઆત કરતા ડાંગમાં રાજકીય માહોલ ગરમાયો છે.

સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ ભારતી રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર સૂર્યકાંત ગાવિતનું ઉમેદવારી ફોર્મ રદ કરવા અરજી કરી છે. કોંગ્રેસના ઉમેદવાર સૂર્યકાંત ગાવિત દ્વારા કરવામાં આવેલી એફિડેવિટમાં ૫૩ જેટલી ભૂલો હોવાની માહિતી આપી છે. ભાજપના ઉમેદવાર વિજય પટેલે ચૂંટણી અધિકારીને અપીલ કરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here