ટ્રાફિક વિભાગ દ્વારા ટીઆરબી જવાનો માટે વિવાદિત પરિપત્ર

0
38
Share
Share

સુરત,તા.૦૪

ટ્રાફિક વિભાગ દ્વારા વધુ એક વિવાદિત પરિપત્ર બહાર આવતાની સાથે ટીઆરબી જવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ પરિપત્રમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, દરેક ટીઆરબી જવાન પાસેથી રૂપિયા ૨૦ હજારની ડિપોઝિટ પેટે લેવામાં આવશે. જેના કારણે ટીઆરબી જવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ટ્રાફિક વિભાગ દ્વારા ટીઆરબી જવાનો માટે વિવાદિત પરિપત્રઆ ઉપરાંત જો કોઈ ટીઆરબી જવાન રજા પાડશે તો તેના દૈનિક ભથ્થાની સાથે રૂપિયા સો અન્ય દંડ વસૂલવામાં આવશે.

સામાન્ય રીતે તૈયાર થઈ જવાં માનદ વેતન પર કામ કરતા હોય છે. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારમાંથી અહીં નોકરી માટે આવતા હોય છે. મહિનામાં તેઓને ચાર રજા ફરજિયાત આપવામાં આવે છે. જેથી પ્રત્યેક ટીઆરબીની પાસે રૂ ૮૧૦૦ મહિનાને અંતે પગાર રૂપે આવતા હોય છે, ત્યારે ડિપોઝિટની રકમ કઈ રીતે તેઓ ભરશે તે અંગે ટીઆરબી દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા છે.વધુમાં જો ડિપોઝિટની રકમનો પરિપત્ર પાછો ખેંચવામાં નહીં આવે તો મોટા ભાગના ટીઆરબી ફરજ પરથી છુટા થઈ જશે તેવી વાત પણ કહેવામાં આવી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here