ટ્રમ્પ સરકારે ક્યૂબાને આતંકવાદીઓના રક્ષણધામ તરીકે વર્ણવ્યું

0
18
Share
Share

વોશિંગ્ટન,તા.૧૨

અમેરિકાએ આતંકવાદી પરિબળોને છાવરતા દેશોમાં ક્યૂબાનું નામ ફરી એકવાર ઉમેરી દીધું હતું. અગાઉના પ્રમુખ બરાક ઓબામાએ આતંકવાદીઓને છાવરતા દેશોની યાદીમાંથી ક્યૂબાનું નામ કાઢી નાખ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ફરી એકવાર ક્યૂબાને આતંકવાદીઓના રક્ષણધામ તરીકે વર્ણવ્યું હતું.

અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પિયોએ કહ્યું હતું કે ક્યૂબાની સરકાર ઘરઆંગણે પોતાની વિરુદ્ધના અવાજને કચડી નાખે છે. અમેરિકી સરકારે સદૈવ ફિડેલ કાસ્ટ્રોના શાસનના એવાં સાધનોને અટકાવવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું જેનો ઉપયોગ ઘરઆંગણાના વિરોધને કચડી નાખવામાં થતો હતો.

પોમ્પિયોએ એમ પણ કહ્યું હતું કે વેનેઝુએલા અને બાકીના પશ્ચિમ ગોળાર્ધમાં ક્યૂબાની વગ ઘટાડવામાં પણ અમેરિકાએ મહત્ત્વની કામગીરી કરી હતી. બરાક ઓબામાએ પરંપરાગત આતંકવાદીઓને ક્યૂબા છાવરતું નથી એવા વિચારે ક્યૂબાનું નામ આતંકવાદીઓને છાવરતા દેશોમાંથી કાઢી નાખ્યું હતું. તેમની દ્રષ્ટિએ ક્યૂબા ઇસ્લામી આતંકવાદ કે બીજા કોઇ પણ પ્રકારના આતંકવાદને છાવરતું નહોતું.

જો કે અમેરિકાને ફિડલ કાસ્ટ્રોના શાસનકાળના સમયથી ક્યૂબા સામે એક પ્રકારનો અણગમો હતો. એ સમયે પાકિસ્તાન દ્વારા આતંકવાદીઓને જે પ્રોત્સાહન અપાતું હતું એ તરફ અમેરિકા ધ્યાન  આપતું નહોતું. ૯/૧૧ના વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્‌વીન ટાવર પરના હુમલા પછી અમેરિકાએ પાકિસ્તાન તરફ દ્રષ્ટિ કરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here