ટ્રમ્પ સમર્થકોનો વૉશિંગ્ટનમાં હલ્લાબોલઃ હિંસા ભડકી

0
21
Share
Share

ટ્રમ્પ સમર્થકો અને પોલીસ વચ્ચે ઝડપ, પરિસ્થિતિને કાબૂ કરવા માટે મરચાના પાઉડરનો છંટકાવ કરાયો

વોશિંગ્ટન,તા.૧૫

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી પરિણામોને માનવા માટે તૈયાર નથી. અમેરિકાની રાજધાની વૉશિગ્ટન ડીસીમાં રસ્તા પર તેમના હજારો સમર્થક ઉતર્યા છે અને સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. આ સમર્થકોની સાથે પોલીસની ઝડપ પણ થઈ છે.

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામ આવ્યા લગભગ એક અઠવાડિયાથી વધારે સમય થઈ ચૂક્યો છે પરંતુ ટ્રમ્પ આ પરિણામોને માનવા તૈયાર નથી અને ચૂંટણીમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રહ્યા છે.

ટ્રમ્પના સમર્થકોનું કહેવુ છે કે પેન્સિલવેનિયા, નેવાડા જેવા સ્થળો પર ભ્રષ્ટાચાર થયો છે. શનિવારે વૉશિંગ્ટનમાં ટ્રમ્પના હજારો સમર્થક રસ્તા પર આવી ગયા. આનો આરોપ છે કે ચૂંટણીમાં મોટા પાયે કૌભાંડ થયુ છે અને જનમતને હડપી લીધા છે.

વૉશિંગ્ટનમાં ટ્રમ્પના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે કેટલાક સ્થળે અથડામણ થઈ. બ્લેક લાઈવ્સ મેટર અને અંટિફા નામના સંગઠન સાથે જોડાયેલા લોકો પણ વ્હાઈટ હાઉસથી કેટલાક અંતરે જમા થઈ ગયા. આની ટ્રમ્પના સમર્થકો સાથે મારપીટ પણ થઈ. પરિસ્થિતિને કાબૂમાં કરવા માટે પોલીસે અહીં મરચાનો પાઉડરનો પણ છંટકાવ કર્યો છે. કેટલાક લોકો રસ્તા પર પણ ઉતર્યા છે.

ટ્રમ્પના સમર્થકોનું કહેવુ છે કે તેઓ તમામ સંતુષ્ટ હશે જ્યારે તમામ રાજ્યોમાં મતપત્રોની બીજીવાર ગણતરી કરવામાં આવશે. તેમનું કહેવુ છે કે કેટલાક સ્થળો પર મૃતકોના નામથી મત નાખવામાં આવ્યા છે.

પરિસ્થિતિને જોતા વૉશિંગ્ટન ડીસીમાં મોટા પાયે પોલીસની તૈનાતી કરી દેવાઈ છે. વ્હાઈટ હાઉસની સુરક્ષા પહેલાથી જ ચુસ્ત છે. ટ્રમ્પના વિશ્વાસુ મંત્રી માઈક પોમ્પિયો પહેલા જ કહી ચૂક્યા છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પોતાના આગામી કાર્યકાળની તૈયારી કરી રહ્યા છે.

જણાવી દઈએ કે ચૂંટણીમાં હાર મળ્યા છતાં હાર સ્વીકાર કરવા માટે ટ્રમ્પ તૈયાર નથી. હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જાન્યુઆરીમાં નવા પ્રશાસનના કાર્યકાળ સંભાળવા પર સત્તા સરળતાથી હસ્તાંતરણ અર્વા માટે દેશના નવાચુંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડેનને સહયોગ આપવા માટે દબાણ વધી રહ્યું છે.

જનરલ સર્વિસીસ એડમિનિસ્ટ્રેશન  પર બાઇડેનને પ્રેસિડેન્ટ ઇલેકટ તરીકે ઔપચારિક માન્યતા આપવાની જવાબદારી છે. ત્યારબાદ સત્તા હસ્તાંતરણની પ્રક્રિયા શરૂ થશે. એજન્સીના પ્રકાશક એમિલી મર્ફીએ હજુ સુધી આ પ્રક્રિયા શરૂ નથી કરી અને ન તો એ જણાવ્યું છે એ તેઓ ક્યારે આ પ્રક્રિયા શરૂ થશે. એમિલીની નિયુક્તિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી હતી.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here