ટ્રમ્પ-બાઇડન વચ્ચે આજે પ્રથમ સત્તાવાર ડિબેટ યોજાશે

0
32
Share
Share

વૉશિંગ્ટન,તા.૨૮

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના ડેમોક્રેટિક વિરોધી જો બાઇડેન વચ્ચે રાષ્ટ્રપતિ પદ માટે પ્રથમ સત્તાવાર ડિબેટ (રાષ્ટ્રપતિ પદની ચર્ચા) ૨૯ સપ્ટેમ્બરે થશે. અમેરિકામાં ત્રણ નવેમ્બરે યોજાનારી ચૂંટણી પહેલા ટ્રમ્પ અને બાઇડેન વચ્ચે ત્રણ વખત આ પ્રકારની ડિબેટ થશે. ’ફોક્સ ન્યૂઝ’ના જાણીતા એન્કર ક્રિસ વાલાસ પ્રથમ ડિબેટનું સંચાલન કરશે.

’સી-સ્પૈન નેટવર્ક્સ’ના સ્ટીવ સ્કલી ૧૫ ઓક્ટોબરે મિયામી (ફ્લોરિડા)મા થનારી બીજી ડિબેટ અને ’એનબીસી ન્યૂઝ’ના ક્રિસ્ટન વેલકર ૨૦ ઓક્ટોબરે નૈશવિલે (ટેનેસી)મા ત્રીજી ડિબેટનું સંચાલન કરશે. ઉપ રાષ્ટ્રપતિ માઇક પેન્સ (૬૧) અને ઉપરાષ્ટ્રપતિ પદના ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસ (૫૫) વચ્ચે સાત ઓક્ટોબરે ઉટાના સોલ્ટ લેકમાં ઉપરાષ્ટ્રપતિ પદ માટે ડિબેટ થશે.

’યૂએસ ટૂડે’ના પત્રકાર સુસન પેજ તેનું સંચાલન કરશે. બધી ચાર ડિબેટ ’કમિશન ઓન પ્રેસિડેન્શિયલ ડિબેટ્‌સ’ (સીબીડી) તરફથી આયોજીત કરવામાં આવી રહી છે. આ ડિબેટ ૯૦ મિનિટની હશે. ઓગસ્ટમાં, સીપીડીએ રાષ્ટ્રપતિ પદ માટે સપ્ટેમ્બરની શરૂઆતમાં ડિબેટનું આયોજન કરાવવાના ટ્રમ્પના અભિયાન દળની વિનંતીને ઠુકરાવી દીધી હતી. તો ટ્રમ્પે રવિવારે પત્રકારોને કહ્યુ હતું કે ન્યૂજર્સીના પૂર્વ ગવર્નર ક્રિસ ક્રિસ્ટી અને ન્યૂયોર્કના પૂર્વ મેયર રૂડી હિલિયાની તેમને ડિબેટ તૈયારી કરવામાં મદદ કરી રહ્યાં છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here