ટ્રમ્પ પરિવાર સાથે કામ કરવુ મારા જીવનની સૌથી મોટી ભૂલઃ મેલાનિયાના પૂર્વ સલાહકાર

0
14
Share
Share

ન્યુ દિલ્હી,તા.૦૨

મેલાનિયા ટ્રમ્પના મિત્ર અને પૂર્વ સલાહકાર સ્ટેફની વિંસ્ટન વૉલ્કૉફે ટ્રમ્પ સાથે કામ કરવાને પોતાના જીવનની સૌથી મોટી ભૂલ ગણાવી. સ્ટેફનીએ મંગળવારે પ્રકાશિત પોતાના પુસ્તક મેલાનિયા એન્ડ મીઃ ધ રાઈઝ એન્ડ ફૉલ ઑફ માઈ ફ્રેન્ડશિપ વિધ ધ ફર્સ્ટ લેડી માં ઘણા વિષયો પર લખ્યુ છે. તેમણે કહ્યુ કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પરિવાર માટે કામ કરવુ મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી. સ્ટેફનીએ ફેબ્રુઆરી ૨૦૧૮ સુધી વ્હાઈટ હાઉસમાં મેલાનિયાના સલાહકાર તરીકે કામ કર્યુ હતુ. તેઓ અવેતન વ્હાઈટ હાઉસના સલાહકાર હતા પરંતુ તે દરમિયાન તેમને નાણાંકીય ભૂલ માટે દોષી ઠેરવાયા હતા. સ્ટેફનીએ પોતાના પુસ્તકમાં મેલાનિયા વિશે કહ્યુ, તેઓ વાસ્તવમાં મારા મિત્ર નહોતા. કાશ હુ તેમને ક્યારેય મળી જ ના હોત. તેમણે કહ્યુ કે તેઓ ન્યુયોર્ક સ્થિત એક ઈવેન્ટ પ્લાનરમાં મેલાનિયાને મળ્યા હતા. સ્ટેફનીએ પોતાના પુસ્તક મેલાનિયા અને હુઃ

પ્રથમ મહિલા સાથે મારી મિત્રતાના ઉતાર ચઢાવ માં તેમના વિશે કેટલાક ખુલાસા કર્યા છે. તેમના અનુસાર મેલાનિયા પહેલા તેમના ઘણા સારા મિત્ર હતા, જેમની સાથે તેઓ હંમેશા તમામ વાતો શેર કરતા હતા. સ્ટેફની વૉલ્ફૉફે વોગ પત્રિકા માટે કામ કર્યુ છે અને લગભગ એક દાયકા સુધી ન્યુયોર્ક સિટીમાં પ્રતિષ્ઠિત મેટ બૉલની યોજના બનાવવામાં પણ મદદ કરી છે. સ્ટેફની પહેલીવાર મેલાનિયા સાથે ત્યારે મળી હતી જ્યારે તે વર્ષ ૨૦૦૩માં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ડેટિંગ કરી રહી હતી. સ્ટેફની જાન્યુઆરી ૨૦૧૭માં ડોનાલ્ડ ટ્રમ્પના ઉદ્ઘાટન કાર્યક્રમોના પ્રમુખ સંચાલકોમાના એક હતા. જે બાદ જ તેઓ તેમના એક વિશ્વસનીય સલાહકાર બની ગયા.

પુસ્તક અનુસાર સ્ટેફનીને નાણાંકીય ભૂલ માટે દોષી ઠેરવવામાં આવ્યા જેના કારણે બંનેના સંબંધો બગડી ગયા. જે બાદ બંનેની મિત્રતા ત્યાં જ ખતમ થઈ ગઈ હતી. પોતાના પુસ્તકમાં સ્ટેફનીએ મેલાનિયા અને ઈવાન્કાના સંબંધોનો ઉલ્લેખ કર્યો છે. સ્ટેફનીએ કહ્યુ કે જ્યારે અમારી મિત્રતા સારી હતી ત્યારે તેઓ ઈવાન્કા વિશે મને વાત કરતા હતા. જેમાં તેઓ હંમેશા પોતાની દિકરીની ફરિયાદ કરતા હતા. તેઓ હંમેશા તેને પોતાનાથી ઓછુ આંકતા હતા અને એટલી ઈજ્જત પણ આપતા નહોતા જેટલાની ઈવાન્કા હકદાર હતી. મેલાનિયાને એ વાત ખટકતી હતી કે ઈવાન્કાના કારણે તેમને મીડિયામાં ઓછુ કવરેજ મળે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here