ટ્રમ્પનું ટિ્‌વટર એકાઉન્ટ બંધ કરતા ટિ્‌વટરના શેરમાં મોટું ધોવાણ

0
18
Share
Share

વૉશિંગ્ટન,તા.૧૨

અમેરિકામાં સંસદ ભવનમાં ઘુસીને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ હિંસા આચરી હતી.એ પછી ટિ્‌વટર દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનોને ઉશ્કેરણીજનક ગણાવીને તેમના એકાઉન્ટને કાયમ માટે બંધ કરવાની જાહેરાત કરાઈ હતી.

જોકે એવુ લાગે છે કે, ટિ્‌વટરને આ હરકત બહુ મોંઘી પડી રહી છે.કારણકે સોમવારે અમેરિકન શેર બજારમાં સોશિયલ મીડિયા કંપનીના શેરોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.ટિ્‌વટરના શેરમાં ૬.૪ ટકાનો ઘાટો નોંધાયો છે.જેના પગલે ટિ્‌વટરને ભારતીય ચલણમાં ગણીએ તો અબજો રુપિયાનુ નુકસાન ગયુ છે.

ટિ્‌વટર પર ટ્રમ્પના ૮ કરોડ ઉપરાંત સમર્થકો હતા.ટ્રમ્પ પર બેન મુકીને ટિ્‌વટરને આ સમર્થકોનો રોષ વ્હોરી લીધો છે.ટિ્‌વટર સામે ટ્રમ્પ સમર્થકોએ તેના હેડક્વાર્ટર બહાર વિરોધ પણ નોંધાવ્યો હતો.

બીજી તરફ એપલ, એમેઝોન, આલ્ફાબેટના શેરના ભાવમાં પણ ઘટાડો થયો છે.ટિ્‌વટર દ્વારા ટ્રમ્પના એકાઉન્ટને બેન કરવાના નિર્ણયનુ સમર્થન થઈ રહ્યુ છે તો સાથે વિરોધ પણ થઈ રહ્યો છે.કેટલાક લોકો હવે ટિ્‌વટર પર માત્ર ડાબેરી વિચારધારાનુ જ સમર્થન કરવાનો આરોપ લગાવી રહ્યા છે.

બીજી તરફ ટ્રમ્પ કહી ચુક્યા છે કે, હું ચુપ નહીં બેસુ અને મારુ પોતાનુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉભુ કરીશ.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here