ટોક્યો પેરાલિમ્પિક્સ નિયત સમય મુજબ જ યોજાશે, કાર્યક્રમમાં કોઈ ફેરફાર નહીં

0
29
Share
Share

ન્યુ દિલ્હી,તા.૦૪

ટોક્યો ૨૦૨૦ની આયોજન સમિતિએ આવતા વર્ષે યોજાનારા પેરાલિમ્પિક્સના કાર્યક્રમની ઘોષણા કરી દીધી છે. તે આગામી વર્ષે ૨૪ ઓગસ્ટથી ૫ સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. આ વર્ષે ઓલિમ્પિક્સ અને પેરાલિમ્પિક ગેમ્સ યોજાવાની હતી પરંતુ કોરોના વાયરસને કારણે આવતા વર્ષ તેને સુધી મોકૂફ રાખવાની ફરજ પડી હતી. પેરાલમ્પિક્સ ૨૧ સ્થળોએ યોજાશે અને તેમાં ૨૨ રમતોના ૫૩૯ કાર્યક્રમો દર્શાવવામાં આવશે.

પ્રથમ મેડલ પેરાલિમ્પિક્સ રમતોની શરૂઆતના એક દિવસ પછી ૨૫મી ઓગસ્ટે  મહિલાઓને સાઇક્લિંગથી આપવામાં આવશે. પેરાલિમ્પિક ગેમ્સના ઉદઘાટન અને સમાપન સમારોહ ઓલિમ્પિક્સ સ્ટેડિયમમાં સ્થાનિક સમય પ્રમાણે ૮ થી ૧૧ દરમિયાન યોજાશે. આયોજકોએ જણાવ્યું હતું કે ટોક્યો ૨૦૨૦ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક સમિતિ અને ઇન્ટરનેશનલ પેરાલિમ્પિક્સ સમિતિએ એપ્રિલમાં નિર્ણય લીધો હતો કે ટુર્નામેન્ટની તૈયારીના દરેક પાસાં પર જે અસર પડી છે તેને જોતા ૨૦૨૧ની દરેક સત્ર તેવી જ રીતે  યોજવામાં આવશે જે રીતે ૨૦૨૦માં તેનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here