ટોક્યોના ૫૧.૭ ટકા લોકો આગામી વર્ષે થનારા ઓલિમ્પિકના વિરોધમાં

0
11
Share
Share

ટોક્યો,તા.૩૦

ટોક્યોના અડધાથી વધુ લોકો ઈચ્છતા નથી કે આગામી વર્ષે ઓલિમ્પિક યોજાય. એક સરવે મુજબ કોરોના વાઈરસને કારણે ટોક્યોના લોકો ઈચ્છે છે કે ૨૦૨૧માં થનારી રમતો ટાળી દેવામાં આવે અથવા તો રદ કરી દેવામાં આવે.

જાપાનના ક્યોડોન્યૂઝ અને ટોક્યો એમએક્સ ટેલિવિઝને આગામી વર્ષે થનારી ટોક્યો ઓલિમ્પિકના આયોજન અંગે ૨૬થી ૨૮ જૂન સુધી સરવે કર્યો હતો. સરવે મુજબ ટોક્યોના ૫૧.૭ ટકા લોકો ઓલિમ્પિક આયોજનનો વિરોધ કરી રહ્યા છે. આ લોકો ઈચ્છે છે કે ૨૦૨૧માં થનારી આ ઈવેન્ટ મુલત્વી રખાય કે રદ કરવામાં આવે. ૫૧.૭ ટકામાંથી ૨૭.૭% લોકો ઈચ્છે છે કે ગેમ્સ રદ થઈ જાય. ૨૪ % લોકો ઈચ્છે છે કે ઓલિમ્પિકને ફરી સ્થગિત કરવામાં આવે. ઓલિમ્પિક માર્ચ સુધી સ્થગિત કરવી જોઈએ. ગેમ્સ ૨૩ જુલાઈથી શરૂ થવાની છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here