ટેનિસ ત્રિમુર્તિ : નડાલ, જોકો, ફેડરર

0
93
Share
Share

ટેનિસની દુનિયામાં નોવાક જોકોવિક, રાફેલ નડાલ અને રોજર ફેડરરની ત્રિમુર્તિનો જાદુ અકબંધ રહ્યો છે. આ ત્રણેય ખેલાડીઓએ હજુ સુધી વર્ષ ૨૦૦૩થી ૬૭ પૈકીના ૫૬ ગ્રાન્ડ સ્લેમમાં જીત મેળવી છે. જે સાબિત કરે છે કે આ ત્રણેય ખેલાડી પૈકી કોઇ એક દરેક ગ્રાન્ડ સ્લેમમાં મોટા ભાગે વિજેતા થાય છે. વર્ષ ૨૦૦૩માં રોજર ફેડરરે પ્રથમ વખત ગ્રાન્ડ સ્લેમ વિમ્બલ્ડનમાં જીત મેળવી હતી. ત્યારબાદ રાફેલ નડાલ ૧૯ અને નોવાક જોકોવિકે ૧૭ ગ્રાન્ડ સ્લેમ જીતી છે. રોજર ફેડરર ૨૦ ગ્રાન્ડ સ્લેમ જીતી ચુક્યો છે. આનો અર્થ એ થયો કે કે છેલ્લે ૬૭ ગ્રાન્ડ સ્લેમમાં આ ખેલાડીઓ રમ્યા છે તે પકી ૫૬માં તેમના પૈકી એકની જીત થઇ છે. ત્રણેય દિગ્ગજ ખેલાડી જુદા જુદા ગ્રાન્ડ સ્લેમમાં પ્રભુત્વ જાળવી રાખવામાં સફળ રહ્યા છે. દુનિયાના પ્રથમ ક્રમાંકિત ખેલાડી જોકોવિકની વાત કરવામાં આવે તો સર્બિયાના આ સ્ટાર ખેલાડીએ વર્ષ ૨૦૦૮, ૨૦૧૧, ૨૦૧૨, ૨૦૧૩, ૨૦૧૫, ૨૦૧૬ અને ૨૦૧૯માં પણ ઓસ્ટ્રેલિયન ઓપનનો તાજ જીત્યો હતો. આ ઉપરાંત તે પાંચ વખત વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશીપમાં વિજેતા થઇ ચુક્યો છે. તે ત્રણ ત્રણ વખત અમેરિકી અને ફ્રેન્ચ ઓપનમાં વિજેતા થયો છે. જોકોવિકે ૧૭ ગ્રાન્ડ સ્લેમમાં જીત મેળવી છે. જોકોવિક હવે સૌથી વધારે પુરૂષ ગ્રાન્ડ સ્લેમ સિગલ્સ સ્પર્ધા જીતનાર રાફેલ નડાલ (૧૯) અને રોજર ફેડરર(૨૦)થી થોડોક પાછળ રહેલો છે. છ મહિના પહેલા ફેડરરન સામે વિમ્બલ્ડન ફાઇનલમાં બે ચેમ્પિયનશષીપ પોઇન્ટ બચાવી લીધા બાદ પાંચ સીટોમાં જીત મેળવી લેનાર જોકોવિકે ફરી એકવાર સાબિતી આપી દીધી છે કે તેની અંદર છેલ્લે સુધી હાર ન માનવાનો જુસ્સો અકબંધ રહ્યો છે. હાલમાં રમાયેલી ઓસ્ટ્રેલિયનમાં જીત સાથે જોકોવિકે તેના ઓસ્ટ્રેલિયન ઓપનમાં રેકોર્ડને સુધારી દેવામાં સફળતા મેળવી છે. તે મેલબોર્ન પાર્ક ખાતે દર વર્ષે રમાતી આ ગ્રાન્ડ સ્લેમની સેમીફાઇનલ અને ફાઇનલમાં ક્યારેય પરાજિત થયો નથી. તેનો રેકોર્ડ અહીં સેમીફાઇનલ અને ફાઇનલમાં ૧૬-૦નો રહ્યો છે. તે રેન્કિંગમાં ફરી એકવાર પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. આવી જ રીતે સ્પેનના રાફેલ નડાલ અને રોજર ફેડરર પણ હુ સુધી જોરદાર રમત રમી રહ્યા છે. જે સાબિત કરે છે કે હજુ કેટલાક વર્ષો સુધી આ ત્રણેય દિગ્ગજ ખેલાડીઓ વચ્ચે જોરદાર સ્પર્ધા રહેનાર છે.રોજર ફેડરર સૌથી વધારે ગ્રાન્ડ સ્લેમ જીતી ચુક્યો છે. તેના નામ પર અનેક રેકોર્ડ રહેલા છે. તે હજુ સુધી કેટલાક વર્ષો સુધી ટોપ લેવલ પર રમવા માટે ઇચ્છુક છે. બીજી બાજુ રાફેલ  નડાલ ધરખમ દેખાવ જારી રાખી રહ્યો છે. નડાલે હાલમાં તેની કુશળતા વારંવાર સાબિત કરી છે. રોજર ફેડરર પોતે કહી ચુક્યો છે કે જોકોવિક અને નડાલ જે રીતે હાલમાં રમી રહ્યા છે તે જોતા તેના રેકોર્ડને કોઇ ખેલાડી તોડી શકે છે.  ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ચેમ્પિયનશીપ ચાર ગ્રાન્ડસ્લેમ પૈકીની એક સ્પર્ધા છે. ઓસ્ટ્રેલિયન ઓપન દર વર્ષે મેલબોર્નમાં જાન્યુઆરીના પ્રથમ બે પખવાડિયામાં યોજાય છે. ૧૯૦૫માં ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓસ્ટ્રેલિયન ઓપનમાં પુરુષ, મહિલા સિંગલ્સની સ્પર્ધા, મિક્સ ડબલ્સની સ્પર્ધા, જુનિયર ચેમ્પિયનશીપ, વ્હીલચેર, પૂર્વ ખેલાડીઓની સ્પર્ધા યોજાય છે. ૧૯૮૮ પહેલા આ સ્પર્ધા ગ્રાસકોટ ઉપર રમાતી હતી પરંતુ ત્યારબાદ તેમાં સુધારો કરવામાં આવ્યો હતો. ૧૯૮૮ બાદ મેલબોર્ન પાર્કમાં બે પ્રકારની હાર્ડ કોટ સરફેસનો ઉપયોગ કરવામાં આવે છે.ઓસ્ટ્રેલિયન ઓપનમાં બે પ્રકારના ક્વોટ બનાવવામાં આવે છે. ઓસ્ટ્રેલિયન ઓપનનો ઇતિહાસ ખૂબ શાનદાર રહ્યો છે. ઓસ્ટ્રેલયન ઓપનમાં સૌથી વધારે ચેમ્પિયનશીપ જીતવાનો રેકોર્ડ રોય ઇમર્સને મેળવ્યો છે. ઇમર્સને છ વખત સિંગલ્સ સ્પર્ધા જીતી છે. મહિલા વર્ગમાં આ રેકોર્ડ માર્ગારેટ કોર્ટના નામે છે. માર્ગારેટ કોર્ટે ૧૧ વખત સિંગલ્સ સ્પર્ધા જીતી હતી. વર્લ્ડ નંબર ૨ ખેલાડી સર્બિયાના નોવાક જોકોવિકે ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં ઓસ્ટ્રીયાના ડોમિનિક થિયમને હરાવીને આઠમી વખત વર્ષના પ્રથમ ગ્રાન્ડસ્લેમ ટ્રોફી ઉપર કબજો જમાવ્યો હતો. જોકોવિકે ઓસ્ટ્રેલિયન ઓપનમાં સિંગલ્સ તાજ જાળવી રાખવામાં સફળતા મેળવી હતી. પ્રથમ ઓસ્ટ્રેલિયન ઓપન ફાઇનલ રમી રહેલા ડોમિનિક ઉપર જોકોવિકે રોમાંચક મેચમાં ૬-૪, ૪-૬, ૨-૬, ૬-૩ અને ૬-૪થી જીત મેળવી હતી. બીજા ક્રમાંકિત જોકોવિકે ત્રણ કલાક અને ૫૯ મિનિટ સુધી ચાલેલી આ મેચમાં જીત મેળવી હતી. આ પહેલા જોકોવિકે ૨૦૦૮, ૨૦૧૧, ૨૦૧૨, ૨૦૧૩, ૨૦૧૫, ૨૦૧૬ અને ૨૦૧૯માં આ ટ્રોફી જીતી હતી. ૨૦૧૧થી ૨૦૧૩ વચ્ચે સતત ત્રણ વખત તે આ ટ્રોફી પોતાના નામે  કરી ચુક્યો છે. જોકોવિકે ૧૭મી ગ્રાન્ડસ્લેમ જીતી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here