ટી-૨૦માં બુમરાહ જેવો બેસ્ટ બોલર નથી જોયોઃ પેટિન્સન

0
10
Share
Share

મુંબઇ,તા.૧૬

ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર જેમ્સ પેટિન્સને જસપ્રીત બુમરાહને વિશ્વનો શ્રેષ્ઠ બોલર ગણાવ્યો છે. તેણે કહ્યું કે મેં વર્લ્ડ ક્લાસ બોલરો સાથે કામ કર્યું છે, પરંતુ મને ્‌-૨૦માં બુમરાહ જેવો બેસ્ટ બોલર ક્યારેય જોવા મળ્યો નથી. આ સીઝનમાં પેટિન્સન અને બુમરાહ બંને મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા જોવા મળશે. આ માટે બંને સાથે પ્રેક્ટિસ કરી રહ્યા છે.

આ વખતે કોરોનાને કારણેIPL ૧૯ સપ્ટેમ્બરથી ેંછઈમાં રમાશે. પ્રથમ મેચ મુંબઇ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે થશે. ફાઇનલ ૧૦ નવેમ્બર એટલે દિવાળીના ચાર દિવસ પહેલાં થશે.

મુંબઈ ઈન્ડિયન્સે એક વીડિયો શેર કર્યો છે. તેમાં પેટિન્સન કહ્યું, મેં વિશ્વના ઘણા શ્રેષ્ઠ બોલરો સાથે કામ કર્યું. આ ટૂર્નામેન્ટમાં વર્લ્ડ ક્લાસ બોલરો સાથે કામ કરવું પણ શાનદાર રહેશે.

સ્વાભાવિક છે કે બુમરાહ T-૨૦માં વિશ્વનો સર્વશ્રેષ્ઠ બોલર છે. ઉપરાંત, ટૂર્નામેન્ટમાં ટ્રેન્ટ બોલ્ટ જેવા દિગ્ગજો પણ હાજર રહેશે. આવી સ્થિતિમાં તે બધા સાથે રમવું અને પ્રેક્ટિસ કરવી મારા માટે સારી બાબત છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here