ટીવી સ્ટાર અબિગેલ અને સનમના ઘરેથી મળ્યો ગાંજો, ફરી પૂછપરછ માટે બોલાવાયા

0
24
Share
Share

મુંબઇ,તા.૨૪

ટીવી સ્ટાર અબીગેલ પાંડે અને સનમ જૌહરના ઘરે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ પાડેલા દરોડામાં ગાંજો મળી આવ્યો છે.એ પછી બંનેને એનસીબીએ ફરી પૂછપરછ માટે બોલાવ્યા છે.

સૂત્રોના કહેવા પ્રમાણે ગઈકાલે પણ તેમની પૂછપરછ કરાઈ હતી અને તેમણે ગાંજાનુ સેવન કર્યુ હોવાનુ કબૂલ્યુ હતુ.આજે ફરી વખત તેમને એનસીબી સમક્ષ હાજર થવાની ફરજ પડી છે.

જોકે હજી સુધી અબીગલ અને સનમ તરફથી કોઈ નિવેદન આવ્યુ નથી.તેઓ માત્ર એનસીબીના સવાલોના જવાબ આપી રહ્યા છે.આમ તેઓ ડ્રગ્સના દળદળમાં ક્યાં સુધી ખૂંપેલા છે તેનો જવાબ તો તપાસ થયા બાદ જ મળશે.

ઉલ્લેખનીય છે કે, બોલીવૂડમાં પણ દિપિકા સહિત પચાસ જેટલા સ્ટાર એનસીબીના રડાર પર છે.દિપિકાની ૨૫ સપ્ટેમ્બરે પૂછપરછ થવાની છે જ્યારે સારા અલી ખાન અને શ્રધ્ધા કપૂર સાથે ૨૬મીએ સવાલ જવાબ થશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here