ટીવી સેલેબ્સમાં કોરોનાઃ’મેડમ સર’ ફૅમ એક્ટ્રેસ ગુલ્કી જોષી કોરોના પોઝિટિવ

0
31
Share
Share

મુંબઇ,તા.૧૩

ટીવી શોનું શૂટિંગ શરૂ થતાં જ સતત ટીવી સેલેબ્સ કોવિડ ૧૯ની ચપેટમાં આવી રહ્યાં છે. નવીના બોલે, દેબીના બેનર્જી, ગુરમીત ચૌધરી, પ્રિયંકા-વિકાસ કલંતરી, શ્વેતા તિવારી, ઉર્વશી ધોળકિયા કોરોના પોઝિટિવ આવ્યા હતા. હવે એક્ટ્રેસ ગુલ્કી જોષીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કહેવાય છે કે ’મેડમ સર’ શોમાં જીર્ૐં હસીના મલિકનું પાત્ર ભજવનાર ગુલ્કીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવા છતાંય મેકર્સે શોનું શૂટિંગ બંધ કર્યું નહીં અને એક્ટ્રેસને બાકી વધેલા સીન પૂરા કરવાનું કહ્યું હતું.

રિપોર્ટ પ્રમાણે ગુલ્કી જોષીને બે દિવસથી તાવ આવતો હતો અને પછી તેણે શૂટિંગમાંથી બ્રેક લીધો હતો. બ્રેક લઈને ગુલ્કી સેલ્ફ આઈસોલેટ થઈ હતી પરંતુ ઘરમાં વૃદ્ધ પિતા હોવાથી તેણે ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું હતું અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હવે એક્ટ્રેસ ૨૫ ઓક્ટોબર સુધી હોમ ક્વોરન્ટિન રહેશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here