ટીમ ઈન્ડિયા વિરુદ્ધ ખાસ જર્સીમાં ઉતરશે ઓસ્ટ્રેલિયન ટીમ

0
15
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧૧

ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાના દેશઝ નિવાસિઓના યોગદાનને સન્માન આપવા માટે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ ભારત વિરુદ્ધ આગામી ટી૨૦ સિરીઝમાં ખાસ ડિઝાઇન કરવામાં આવેલી દેશઝ જર્સી પહેરશે.  ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ બુધવારે ડિઝાઇનનું અનાવરણ કર્યું, જે નિર્માતા એસિક્સ અને બે દેશઝ મહિલાઓ આંટી ફિયોના ક્લાર્ક અને કર્ટની હાજેને તૈયાર કરી છે. ક્રિકેટ ડોટ કોમ ડોટ એયૂએ કહ્યું, ’ક્લાર્ક દિવંગત ક્રિકેટર ’માસ્કિટો’ કન્જેસની વંશજ છે,

જે ૧૮૬૮મા ઈંગ્લેન્ડનો પ્રવાસ કરનારી ટીમમાં દેશઝ ખેલાડી હતી. આ ડિઝાઇન દેશઝ મૂળના પૂર્વ, વર્તમાન અને ભવિષ્યના ખેલાડીઓને સમર્પિત છે. ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમે પણ આ વર્ષની શરૂઆતમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ એક મેચમાં આવી જર્સી પહેરી હતી. ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે કહ્યુ, આ પ્રકારની જર્સી પહેરવાની તક મળવાને લઈને ખુબ ઉત્સાહિત છું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here